દુનિયામાં એક સપ્તાહમાં કોરોનાના કેસ 20% વધ્યા, WHOએ ચેતવ્યા
કરોના મહામારીનું જોખમ હજુ ટળ્યું નથી. દુનિયાભરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 20%નો વધારો જોવા મળ્યો છે. WHO કહે છે કે કોરોનાના કેસ વધવાથી નવા વેરિએન્ટના આવવાનું જોખમ પણ વધ્યું છે.
એક્સપર્ટ જણાવે છે કે દર વર્ષે એક ઈન્ફેક્શન વાયરસને મ્યુટેટ થવાનો મોકો આપે છે. જ્યારે ઓમિક્રોન એટલો ઝડપથી ફેલાય છે કે તેણે નવા વેરિએન્ટ માટે સમગ્ર માહોલ તૈયાર કરી દીધો છે. આ નેચરલ ઈમ્યુનિટીની સાથે સાથે વેક્સિનને પણ થાપ આપી રહ્યો છે અને લોકોને સંક્રમિત કરી રહ્યો છે. એક્સપર્ટ કહે છે કે નવા વેરિએન્ટ માઈલ્ડ હશે કે વધુ ગંભીર તેના વિશે અત્યારે કંઈ કહી શકાય નહીં. એવામાં અત્યારે એમ કહેવું કે કોરોના પેનડેમિક હવે એન્ડેમિક તરફ આગળ વધી રહ્યો છે એ યોગ્ય નહીં હોય.
નબળી ઈમ્યુન સિસ્ટમવાળા તેનું કારણ બનશે
કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક નહીં હોવાના કારણે મોટાભાગના દેશોમાં આકરા પ્રતિબંધો નથી. એવામાં સ્વસ્થ અને યુવા લોકો કામ પર અને સ્કૂલે જઈ રહ્યા છે. તેના કારણે આ લોકો ઝડપથી ઈન્ફેક્ટેડ થવાની સંભાવના છે. ઓમિક્રોનના અસિમ્પ્ટોમેટિક હોવાના કારણે આ લોકો વાયરસના સ્પ્રેડર બની રહ્યા છે. તેનાથી ઘરમાં જ રહેતા વૃદ્ધો અને અન્ય નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકો ઈન્ફેક્ટેડ થવાનું જોખમ રહે છે. નબળી ઈમ્યુન સિસ્ટમવાળા એવા લોકોમાં ખતરનાક મ્યુટેશન થવાની સંભાવના વધુ હશે.
જૉન હોપકિન્સ યુનિવર્સિટીના ઈન્ફેક્શન ડિસિઝ એક્સપર્ટ ડો. સ્ટુઅરટ કેમ્બેલ રે કહે છે કે આ લાંબી પ્રક્રિયા નવા વેરિએન્ટ બનવાનો આધાર નક્કી કરે છે. આ ત્યારે થશે જ્યારે તમે ગંભીર રીતે સંક્રમિત હો.
વાયરસ સમયની સાથે ઓછા ઘાતક બનતા નથી
જો કોઈ વાયરસ પોતાના હોસ્ટને ઝડપથી મારી નાખે છે તો માનવામાં આવે છે કે એ ઝડપથી નહીં ફેલાય પરંતુ વાયરસ હંમેશા સમયની સાથે ઓછા ઘાતક બનતા નથી. કેમ્બેલ રે કહે છે કે જો ઈન્ફેક્ટેડ વ્યક્તિને શરૂઆતમાં માઈલ્ડ સિમ્પ્ટમ્સ હોય છે અને તે બીજામાં વાયરસ ફેલાવે છે કે તે ગંભીર રીતે બીમાર પડી જાય છે તો વેરિએન્ટ પોતાના ગોલને પ્રાપ્ત કરવામાં સફળ થઈ જાય છે.
જાણો શું હોય છે મ્યુટેશન અને વેરિએન્ટ્સ?
મ્યુટેશન્સ એટલે કે વાયરસની મૂળ જિનોમિક સંરચનામાં થનારો ફેરફાર. આ ફેરફાર જ આગળ જઈને વાયરસને નવું સ્વરૂપ આપે છે, જેને વેરિએન્ટ કહે છે.
0 Response to "દુનિયામાં એક સપ્તાહમાં કોરોનાના કેસ 20% વધ્યા, WHOએ ચેતવ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો