વરેડિયા અને નબીપુર વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં 8 ટ્રેનો પ્રભાવિત થઈ, 2 ટ્રેન રદ કરાઇ
વરેડિયા અને નબીપુર વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં 8 ટ્રેનો પ્રભાવિત થઈ, 2 ટ્રેન રદ કરાઇ
- 8 ટ્રેનોને વિવિધ રેલવે સ્ટેશન ઉપર રોકવાની ફરજ પડી
નબીપુર અને વરેડિયા રેલવે સ્ટેશન વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં સવારે 2 કલાક સુધી રેલ વ્યવહાર ખોરવાયો હતો. તેના કારણે 8 જેટલી ટ્રેનોને વિવિધ રેલવે સ્ટેશન ઉપર રોકવી પડી હતી.
રેલવેના વડોદરા વિભાગ હેઠળ આવતા વરેડિયા અને નબીપુર રેલવે સ્ટેશન વચ્ચે વીજળીનો તાર તૂટી પડ્યો હતો. સવારે 8 વાગ્યાની આસપાસ આ કેબલ તૂટી પડતાં રેલ વ્યવહારને ભારે અસર પહોચી હતી. આ લાઇન ઉપરની આઠ ટ્રેનો કેબલ તૂટી પાડવાના કારણે પ્રભાવીત થઈ હતી. 8 જેટલી ટ્રેનોને વિવિધ રેલવે સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી.
અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર, તેજસ એક્સપ્રેસ, સયાજીનગરી, અમૃતસર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન, ગુજરાત એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જમ્મુ બાંદ્રા એક્સપ્રેસ, સહિત 8 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ હતી. તેમજ વડોદરા-ભરૂચ મેમુ ટ્રેન અને ભરૂચ-સુરત મેમુને કેન્સલ કરવામાં આવી હતી. સવારે 10. 10 કલાકે સમારકામ પૂર્ણ થતા રેલ યાતાયાત પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.

0 Response to "વરેડિયા અને નબીપુર વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં 8 ટ્રેનો પ્રભાવિત થઈ, 2 ટ્રેન રદ કરાઇ"
ટિપ્પણી પોસ્ટ કરો