બે વર્ષ બાદ અખાત્રીજે સોના-ચાંદી બજારમાં રોનક, રૂ. 15,000 કરોડના દાગીનાનું વેચાણ
બે વર્ષ બાદ અખાત્રીજે સોના-ચાંદી બજારમાં રોનક, રૂ. 15,000 કરોડના દાગીનાનું વેચાણ
અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 52,900 અને ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા રૂ. 64,500
કોરોના મહામારીના બે વર્ષ બાદ અખા ત્રીજે દેશભરના સોના-ચાંદીના બજારમાં જોવા મળી છે. એક પ્રાથમિક અંદાજ મુજબ દેશમાં આજે લગભગ રૂ. 15,000 કરોડની મૂલ્યના કિંમતી ધાતુઓનું વેચાણ થયુ છે.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને લોકડાઉનને કારણે જ્વેલર્સની દુકાનો બંધ રહેતા અખાત્રીજના દિવસે સોના-ચાંદીના દાગીના કે સિક્કાની ખરીદ-વેચાણ થઇ શક્યુ ન હતુ, પરંતુ આ વખતે કોઇ પ્રકારના પ્રતિબંધો ન હોવાથી જ્વેલર્સની દુકાન સોના-ચાંદીના બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના મંત્રીએ જણાવ્યુ કે, બે વર્ષ બાદ અખાત્રીજના દિવસે દેશભરમાં સોના-ચાંદીનું લગભગ રૂ. 15,000 કરોડનો વેપાર થયો છે. આજે અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 52,900 અને ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા રૂ. 64,500 હતો, જે તેના ઓગસ્ટ 2020ના ઐતિહાસિક ઉંચા ભાવથી નીચા છે.
0 Response to "બે વર્ષ બાદ અખાત્રીજે સોના-ચાંદી બજારમાં રોનક, રૂ. 15,000 કરોડના દાગીનાનું વેચાણ"
ટિપ્પણી પોસ્ટ કરો