-->
જાણો કેવા કેળા બજારમાંથી ખરીદવા અને ખાવા જોઈએ

જાણો કેવા કેળા બજારમાંથી ખરીદવા અને ખાવા જોઈએ

👉 સ્વાસ્થ્ય માટે કેળા છે ખૂબ ફાયદાકારક 

👉 જાણો કેવા કેળા બજારમાંથી ખરીદવા અને ખાવા જોઈએ

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે દરેક લોકોને આ ફળ ભાવતુ જ હોય છે. હકીકતે આ ફળની ખાસિયત છે કે તે દરેક સિઝનમાં બજારમાં સરળતાથી ઉપલબ્ધ રહે છે. સ્વાસ્થ્યની સાથે સાથે કેળા સ્વાદમાં પણ સારા હોય છે.

 કેળાનું સેવન ઘણા પ્રકારે કરવામાં આવે છે. આ ફળને સલાડથી લઈને શાકભાજીમાં શામેલ કરી શકાય છે. પરંતુ મોટાભાગના લોકો આ ફળને જોયા વગર ખરીદે છે. એટલું જ નહીં કાપેલા કે છાલ ફાટી ગઈ હોય તેવા કેળા પણ લોકો ખરીદી લે છે. જે બીમારીને આમંત્રણ આપે છે. એવામાં કેળા ખરીદતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

કાપેલા કે ફાટેલી છાલ વાળા કેળા બિલકુલ ન ખરીદો 

ઘણા લોકો જોયા વગર માર્કેટમાંથી કાપેલા કે ફાટેલા કેળા પણ ખરીદી લે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમારે આ પ્રકારના કેળા ન ખાવા જોઈએ કારણ તે તે જલ્દી જ ખરાબ થઈ જાય છે અને તેમાં ફંગસ પણ જલ્દી જ લાગી જાય છે. તેનાથી બીમારીઓ થવાની સંભાવના છે. માટે આવા કેળા બિલકુલ ન ખરીદો
 


કેળાની સાઈઝનું પણ રાખો ધ્યાન 

તે ઉપરાંત તમારે કેળા ખરીદતી વખતે સાઈઝનું પણ ધ્યાન રાખવું જોઈએ. હકીકતે, માર્કેટમાં તમને કેળા ઘણી વેરાઈટીના મળી જશે. આ સ્વાદ અને સાઈઝ બન્નેમાં જ અલગ અલગ હોય છે. પ્રયત્ન કરો કે મોટી સાઈઝના કેળા જ ખરીદો કારણ કે નાની સાઈઝના કેળામાં બ્લેક ડોટ્સ વધારે હોય છે અને તેના કારણે તે જલ્દી ખરાબ થઈ જાય છે. 


કેળાના રંગ પર પણ આપો ધ્યાન 

કેળા ખરીદતી વખતે તેના રંગ પર પણ ખાસ ધ્યાન આપો કારણ કે કેળાનો રંગ જેટલો બ્રાઈટ યલો હશે કેળા કેટલા જ સારા અને સ્વાદિષ્ટ હશે. એ વાતનું પણ ધ્યાન રાખો કે કેળા પીળા અને લીલા બન્ને રંગના હોય તો તેને ન ખરીદો કારણ કે તે અંદરથી અડધા પાકેલા હશે અને તેનો સ્વાદ પણ વધારે સારો નથી હોતો. 

0 Response to "જાણો કેવા કેળા બજારમાંથી ખરીદવા અને ખાવા જોઈએ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel