દરરોજ ખાઓ દાડમ, ક્યારેય નહીં પડો બીમાર! Healthcare
રોજ પીવો દાડમનો જ્યુસ
જો તમને દાડમ ખાવું પસંદ નથી તો તમે તેના દાણા કાઢીને તેને મિક્સરમાં નાખીને તેનો જ્યુસ બનાવીને પણ પી શકો છો અને પોતાના હાર્ટને હેલ્ધી રાખી શકો છો. ડોક્ટર્સ પણ તેની સલાહ આપે છે.
બ્લડ પ્રેશર થશે કંટ્રોલ
યુવાઓમાં આજકાલ હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરની બીમારી સામાન્ય થઈ ગઈ છે. એક ગ્લાસ દાડમનો જ્યુસન સિસ્ટોલિક બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી નસોમાં પ્રેશરને ઓછુ કરે છે
કોલેસ્ટ્રોલ લેવલમાં થશે ઘટાડો
દાડમનો જ્યુસ એલડીએલ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરીને એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવાની સાથે કાર્ડિયોવસકુલર ડિઝીઝના થવાની સંભાવનાને ઓછી કરે છે. સાથે જ નસોમાં ફેટને જમા નથી થવા દેતું.
ડાયાબિટીસથી બચવા માટે ખાઓ દાડમ
આજકાલ ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝ સામાન્ય હેલ્થ પ્રોબ્લેમ થઈ ગઈ છે. જો તમે દાડમનો જ્યૂસ હાર્ટને હેલ્ધી રાખવા માટે પીવો છો તો તેની સાથે ડાયાબિટીસ પણ કંટ્રોલ કરી શકો છો. કારણ કે દાડમમાં જે એન્ટીઓક્સિડન્ટ હોય છે તે ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દાડમનો જ્યુસ તમને હાઈડ્રેટેડ તો રાખે છે સાથે જ લો કેલેરી ડ્રિંક પણ છે.
0 Response to "દરરોજ ખાઓ દાડમ, ક્યારેય નહીં પડો બીમાર! Healthcare"
ટિપ્પણી પોસ્ટ કરો