-->
મજબૂત બનશે વાળ #healthcare

મજબૂત બનશે વાળ #healthcare


જાંબુના વૃક્ષની છાલ, પાન અને તેના ફળના અનેક ફાયદા હોય છે. જાંબુનું વિનેગર બ્લડ સુગર કંટ્રોલ કરવા ઉપરાંત પેટમાં કીટકોનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જાંબુથી સુંદરતા કેવી રીતે વધારશો તે વિશે જણાવી રહ્યા છે આયુર્વેદિક ડૉ. સોનિયા...

ખોડો અને ખરતા વાળથી છૂટકારો મળશે

ડેન્ડ્રફને કહો બાય: આ સીઝનમાં માથાની સ્કિન ડ્રાય થઈ જાય છે. તેને લીધે ખોડો થાય છે. એન્ટિ-બેક્ટેરિયલ અને વિટામિન સીના ગુણોથી ભરપૂર જાંબુનું વિનેગર થોડા જ દિવસોમાં અસર દેખાવા લાગે છે. અડધા કપ પાણીમાં 2 ઢાંકણા જાંબુનું વિનેગર મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો અને એક કલાક પછી વાળ ધોઈ લો. આનાથી ખોડોની તકલીફ કંટ્રોલમાં રહેશે.

વાળ ખરતા રોકશે

ખરતા વાળ એ મહિલાઓની સૌથી મોટી તકલીફ હોય છે. રોજ સવારે જાંબુનો રસ પીવાથી વાળ ખરતા અટકી જશે અને પેટ પણ સાફ રહેશે. આને પાણીમાં મિક્સ કરીને પીઓ.

ચહેરો સાફ લાગશે અને ખીલ દૂર થશે

 ચહેરા પર બનેલા નાના પોર્સને સાફ કરવા માર્કેટમાં સ્કિન ક્લીનર મળે છે. જો બધું ભૂલીને ઘરેલું નુસખા ટ્રાય કરવા હોય તો જાંબુના વિનેગરનો ઉપયોગ કરો. તે ત્વચાને અંદરથી સાફ કરીને નિખાર લાવશે. જાંબુના વિનેગરને એક ટેબલ સ્પૂન પાણીમાં મિક્સ કરીને ચહેરા પર રૂથી લગાવો

ખીલ માટે પણ અસરકારક

જાંબુથી ખીલની તકલીફમાં ઘણો ફાયદો થાય છે. જાંબુથી ખીલમાં બેક્ટેરિયા વધતા અટકે છે. રૂથી ચહેરા પર પેસ્ટ લાગવો. નિયમિત આમ કરવાથી ફાયદો થશે અને ચહેરો પણ સાફ થઈ જશે.

0 Response to "મજબૂત બનશે વાળ #healthcare"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel