આજથી 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે, બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. આ સાથે એમણે વધુમાં જણાવ્યું છે કે, મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ (Covid Vaccination) શરૂ થઇ રહ્યું છે. આ સાથે જ તેમણે બાળકો અને વડીલોને કોરોના રસી લગાવવાની અપીલ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં 3 જાન્યુઆરીના રોજ બાળકોનું રસીકરણ શરૂ થયું હતું. આ સાથે જ પહેલા તબક્કામાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ (Children) થયું હતું. જ્યારે હવેથી 12 થી 14 વર્ષના બાળકોનું પણ રસીકરણ શરૂ થઇ રહ્યું છે.
0 Response to "આજથી 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે."
ટિપ્પણી પોસ્ટ કરો