ભરૂચના માર્ગો પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, એક જ દિવસમાં 49 લોકો દંડાયા
ભરૂચના માર્ગો પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, એક જ દિવસમાં 49 લોકો દંડાયા
ભરૂચ શહેર જિલ્લામાં હાલમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેર અને જિલ્લાના મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર પોલીસકર્મીઓએ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસ દ્વારા હેલમેટ નહીં પહેરનારા દ્વિચક્રીય વાહન ચાલક તેમજ સીટ બેલ્ટ નહીં પહેરનારા કાર ચાલકોને દંડ ફટકારવાની કવાયત હાથ ધરી હતી.
જિલ્લાભરમાંથી દિવસભરમાં કુલ 116 વાહન ચાલકોને પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો હતો. જેમાં હેલમેટ માટે કુલ 59 મેમો આપવામાં આવ્યાં હતાં. જેમાં 26 લોકોને સ્થળ મેમો આપી સ્થળપર જ 13 હજારનો દંડ વસુલ્યો હતો. જ્યારે 33 લોકોને કોર્ટ મેમો આપ્યાં હતાં. ઉપરાંત સીટ બેલ્ટ માટે 57 કાર ચાલકોને મેમો આપવામાં આવ્યો હતો. જે પૈકી 34 લોકોને સ્થળ મેમો આપી સ્થળ પર જ 17 હજારનો દંડ વસુલ્યો હતો.
0 Response to "ભરૂચના માર્ગો પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, એક જ દિવસમાં 49 લોકો દંડાયા"
ટિપ્પણી પોસ્ટ કરો