-->
માર્ચ મહિનામાં 150થી વધુ લોકોનો ટેક્સ ભરાઈ ગયો પણ ખાતામાં પૈસા જમા ન થયા

માર્ચ મહિનામાં 150થી વધુ લોકોનો ટેક્સ ભરાઈ ગયો પણ ખાતામાં પૈસા જમા ન થયા

 

માર્ચ મહિનામાં 150થી વધુ લોકોનો ટેક્સ ભરાઈ ગયો પણ ખાતામાં પૈસા જમા ન થયા



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં સિસ્ટમમાં ચેડાં કરીને લોકોના પૈસા કોર્પોરેશનના ખાતામાં ઓછા અથવા જમા જ ન થતાં હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જાણ કરી છે કે, ગત મહિને 150થી વધુ લોકોના ટેક્સના પૈસા ઓછા અથવા જમા જ થયા નથી. સિસ્ટમમાં ચેડા કરીને સેટલ અથવા ક્રેડિટ થયા છે. દરેક ઝોનમાં આવી ટેક્સની અનિયમિતતા અને બિલની રકમ છે, તેમજ આ બાબતે કોઈપણ પ્રકારની તપાસ કરી અને અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવાયા છે કે કેમ તે અંગે પણ માહિતી માંગી છે.

વિજિલન્સ તપાસની માંગ આ ઉપરાંત તેઓએ વિજિલન્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહને પત્ર લખી જણાવ્યું છે કે સિસ્ટમમાં ચેડા કર્યા અને ટેકસ બિલમાં સેટલમેન્ટ કરી અને ગંભીર ગુનો કરવામાં આવ્યો છે, જેની વિજિલન્સ તપાસ કરી 15 દિવસમાં આ અંગેનો રિપોર્ટ સોંપવામાં આવે.

રેવન્યુ કમિટીના ચેરમેને મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ફરી એકવાર સિસ્ટમમાં ચેડા કરી અને કોર્પોરેશનને નુકસાન થાય તે રીતે ટેક્સના નાણાં જમા કરાવતા લોકોના પૈસા ખાતામાં જમા થયા વગર ટેક્સ જમા થઈ ગયો હોવાનું બતાવતા હોવાનું કૌભાંડ ઝડપ્યું છે. તેઓએ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં થયેલ ટેક્સ પેમેન્ટમાં 150થી પણ વધુ લોકોના કોર્પોરેશનમાં ટેક્સ જમા થયા વગર અથવા તો ઓછા નાણાં ભરીને સિસ્ટમ સાથે ચેડા કરીને સેટલ/ક્રેડિટ થયા હોય તેવું જાણવા મળ્યું છે.

0 Response to "માર્ચ મહિનામાં 150થી વધુ લોકોનો ટેક્સ ભરાઈ ગયો પણ ખાતામાં પૈસા જમા ન થયા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel