-->
ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને સેક્રેટરી જયંત દવેની 1 કલાક સુધી પૂછપરછ

ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને સેક્રેટરી જયંત દવેની 1 કલાક સુધી પૂછપરછ

ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને સેક્રેટરી જયંત દવેની 1 કલાક સુધી પૂછપરછ, SPએ પૂછ્યુઃ ગુણાતીત સ્વામી આપઘાત કરવા કેમ મજબૂર થયા ?


હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીએ રહસ્યમય રીતે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં આજે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે હરિધામ સોખડાના પ્રથમ હરોળના કહેવાતા સ્વામી ત્યાગવલ્લભ સ્વામી, સેક્રેટરી જયંત દવે અને પ્રભુ સ્વામીની એક કલાક ઉપરાંત ઝીણવટ ભરી ગુણાતીત સ્વામીના આપઘાતને લગતી પૂછપરછ કરી હતી. આ ત્રણેયને વડોદરા તાલુકા પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા હતા અને તેઓને ગુણાતીત સ્વામીના આપઘાત અંગે પૂછપરછ કરી હતી. તેમ તાલુકા સ્ટેશનના પીએસઆઇ વી. જી. લાબરીયાએ જણાવ્યું હતું.


દુઃખ સહન થયું ન હોવાથી આ અંતિમ પગલું ભર્યું

મળેલી માહિતી પ્રમાણે એક કલાક ઉપરાંત ચાલેલી ઘનિષ્ઠ પૂછપરછમાં જિલ્લા પોલીસ વડાએ પૂછ્યું હતું કે, ગુણાતીત સ્વામીએ કયા કારણોસર આપઘાત કર્યો છે. શા માટે આપઘાત કરવા તેમને મજબૂર થવું પડ્યું છે. એવા વેધક સવાલો પણ ત્યાગવલ્લભ સ્વામી, સેક્રેટરી જયંત દવે અને પ્રભુ સ્વામીને પૂછવામાં આવ્યા હતા. જેમાં આ ત્રણેયે જણાવ્યું કે, હરિધામ સોખડામાં જ્યારથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારથી ગુણાતીત સ્વામી ભારે દુઃખી હતા. તેઓથી હરિધામ સોખડામાં ચાલી રહેલો વિવાદ જોઈ શકાતો ન હતો. તેઓ અવારનવાર બીમાર પણ પડી જતાં હતાં. તેમનાથી દુઃખ સહન થયું ન હોવાથી આ અંતિમ પગલું ભર્યું હોવાનું અમને લાગી રહ્યું છે.



હરિધામ સોખડામાં 69 વર્ષિય ગુણાતિત ચરણદાસ સાધુએ બુધવારે સાંજે 7 થી 7:20 વાગ્યા વચ્ચે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે સંતોએ ગુણાતિત સ્વામીનું કુદરતી મોત થયું હોવાનું જણાવ્યું હતું. પીએસઆઈ લાંબરીયાએ જણાવ્યું હતું કે, સાધુના રૂમમાં ઝેડ આકારનો હુક હતો, તેમાં સાધુએ પોતાના ભગવા ગાતરીયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશી તેની ઉપર ડોલ અને તેની ઉપર ઓશીકાના સહારો લઈને સાધુએ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસે પ્રભુપ્રિય સ્વામી, સગાવહાલા મળી કુલ પાંચ જનના નિવેદનો નોંધ્યા છે.


ઘટનાની જાણ થયા બાદ પોલીસે પૂછપરછ કરતા સોખડા મંદિરના સંતોએ ગુણાતિત ચરણદાસ સાધુનું કુદરતી મોત નિપજ્યું હોવાની વાત જણાવી હતી. પરંતું પેનલ પીએમ બાદ ગળેફાંસો ખાધો હોવાની વાત બહાર આવતા સંતો ફરી ગયા હતાં. અને પરિવારજનોની વિનંતી બાદ સાધુના આપઘાતના સમાચાર બહાર વહેતા ન થાય તે માટે પોલીસને જાણ ન કરવામાં આવી હોવાનું સોખડાના સંતોએ પોલીસના નિવેદનમાં જણાવ્યું હતું.



0 Response to "ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને સેક્રેટરી જયંત દવેની 1 કલાક સુધી પૂછપરછ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel