-->
રાજ્યમાં ધોરણ 8થી 10માં ભણતાં 13થી 15 વર્ષના 6.3% વિદ્યાર્થીઓ અને 4.2% વિદ્યાર્થિનીઓ તમાકુનાં બંધાણી, 5.1% સિગારેટ-બીડી ફૂંકે છે!

રાજ્યમાં ધોરણ 8થી 10માં ભણતાં 13થી 15 વર્ષના 6.3% વિદ્યાર્થીઓ અને 4.2% વિદ્યાર્થિનીઓ તમાકુનાં બંધાણી, 5.1% સિગારેટ-બીડી ફૂંકે છે!

 

રાજ્યમાં ધોરણ 8થી 10માં ભણતાં 13થી 15 વર્ષના 6.3% વિદ્યાર્થીઓ અને 4.2% વિદ્યાર્થિનીઓ તમાકુનાં બંધાણી, 5.1% સિગારેટ-બીડી ફૂંકે છે!





રાજ્યમાં ધોરણ 8થી 10માં અભ્યાસ કરતાં 6.3% વિદ્યાર્થીઓ અને 4.2% વિદ્યાર્થિનીઓ તમાકુનાં બંધાણી છે, જેમાં ગામડાનાં 6.1% અને શહેરનાં 3.3% છે. એ જ રીતે 5.1% છાત્રો સિગારેટ અને બીડીઓ ફૂંકે છે. જેમાં 5.4% વિદ્યાર્થીઓ અને 4.1% વિદ્યાર્થિનીઓ છે. આ બાબત ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ધોરણ 8થી 10માં ભણતા અને 13થી 15ની ઉંમરનાં વિદ્યાર્થીઓમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ જાણવા ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ મુંબઈ મારફતે કરાયેલા ગ્લોબલ યુથ ટોબેકો સરવેે ગુજરાત-2019માં ઉજાગર થઈ છે. આ સરવે રિપોર્ટ ગુરુવારે રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કર્યો છે.

સરવે મુજબ 6.3% વિદ્યાર્થી અને 4.2% વિદ્યાર્થિનીઓ તમાકુનું સેવન કરે છે. તો 5.7% વિદ્યાર્થીઓ અને 4.1% વિદ્યાર્થિનીઓ ધૂમ્રપાન કરે છે. જેમાં 4.4% વિદ્યાર્થી અને 1.9% વિદ્યાર્થિનીઓ સિગારેટ, જ્યારે 3.2% વિદ્યાર્થી અને 3.4% વિદ્યાર્થિનીઓ બીડી પીવે છે. એ જ પ્રમાણે ધૂમ્રપાન રહિત તમાકુનું સેવન કરનારામાં 1.6% વિદ્યાર્થી અને 2.3% વિદ્યાર્થિનીઓ છે.

34 સ્કૂલોનાં 3720 છાત્રોને સરવેમાં આવરી લેવાયાં

ગ્લોબલ યુથ ટોબેકો સરવે ગુજરાત-2019 અંતર્ગત રાજ્યની 11 સરકારી અને 23 ખાનગી મળી કુલ 34 શાળાઓમાં આ સરવે કરાયો હતો. જેમાં આવરી લેવાયેલાં 3720 વિદ્યાર્થીઓમાં 3249ની ઉંમર 13થી 15 વર્ષની હતી.



ગામડાં કરતાં શહેરમાં તમાકુ ખાનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ ઓછું

તમાકુ ખાતાં 5.4% વિદ્યાર્થીઓ પૈકી 6.1% ગામડાનાં અને 3.3% શહેરનાં છે. ધૂમ્રપાન કરનારામાં 5.9% ગામડાનાં અને 2.7% શહેરનાં છે. ગામડાનાં 4% વિદ્યાર્થી સિગારેટ અને 3.9% બીડી પીવે છે. જ્યારે શહેરનાં 1.5% સિગારેટ અને 1.3% બીડી પસંદ કરે છે.


57% વિદ્યાર્થીઓ એવા હતા કે જે હાલમાં ધૂમ્રપાન છોડવા માગે છે

 ધૂમ્રપાન કરતા વિદ્યાર્થીઓ પૈકી 63% એવા વિદ્યાર્થીઓ હતા કે જેમણે છેલ્લા 12 મહિનામાં ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કર્યો છે અને 57% એવા હતા કે જે હાલમાં ધૂમ્રપાન છોડવા માગે છે. તો તમાકુના વ્યસનીઓ પૈકી 40% વિદ્યાર્થીઓએ છેલ્લા એક વર્ષમાં તમાકુ છોડવા પ્રયાસ કર્યો છે અને 65% છોડવા માગે છે.

સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાં

1. શાળામાં ભણતાં બાળકોમાં નાનપણથી તમાકુની આડઅસરો વિશે જાગૃતિ ફેલાય તે માટે શાળાઓમાં છેલ્લા 3 વર્ષમAાં 5050 તમાકુ વિરોધી કાર્યક્રમો યોજી 9.10 લાખ બાળકોને આવરી લેવાયા.
2. 11 સપ્ટેમ્બર 2012થી રાજ્યમાં ગુટખા અને તમાકુ પર પ્રતિબંધ છે.


3. 81686 સરકારી અધિકારી, કર્મચારી અને વ્યક્તિઓને તમાકુ નિયંત્રણ અંગેની તાલીમ અપાઇ.


4. રાજ્યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 અંતર્ગત રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં ફેબ્રુઆરી 2022 સુધીમાં 4,74,577 વ્યક્તિઓથી રૂ.4.40 કરોડથી વધુનો દંડ વસૂલાયો.


5. તમાકુના વ્યસનીઓએ તમાકુ છોડાવવા રાજ્યમાં 17 ટોબેકો સીસેશન સેન્ટર શરૂ કરાયાં છે. જેમાં છેલ્લા 3 વર્ષમાં 39,351 વ્યક્તિઓને સહાય, જે પૈકી 4639 લોકોએ સંપૂર્ણ તમાકુનું વ્યસન છોડી દીધું.

રાજ્યને વ્યસનમુક્ત બનાવવાનાં પ્રયાસો

 ગુજરાતમાં નોંધાતાં કુલ કેન્સરના કેસ પૈકી 50 ટકા તમાકુના સેવનના કારણે થાય છે. સરકાર દ્વારા યુવાનોમાં વ્યસનમુક્તિ માટે પહેલેથી જ અનેક પ્રયાસો કરવામાં આવે છે. જેના કારણે તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 


0 Response to "રાજ્યમાં ધોરણ 8થી 10માં ભણતાં 13થી 15 વર્ષના 6.3% વિદ્યાર્થીઓ અને 4.2% વિદ્યાર્થિનીઓ તમાકુનાં બંધાણી, 5.1% સિગારેટ-બીડી ફૂંકે છે!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel