સરદાર પટેલ સ્ટેડિયમ જર્જરિત હોવાના રિપોર્ટ છતાં મોદીનો કાર્યક્રમ યોજાયો હતો
સરદાર પટેલ સ્ટેડિયમ જર્જરિત હોવાના રિપોર્ટ છતાં મોદીનો કાર્યક્રમ યોજાયો હતો
- ફેબ્રુઆરીમાં અપાયેલા રિપોર્ટને આધારે જ આજથી સ્ટેડિયમ જાહેર કાર્યક્રમો માટે બંધ
- ખેલ મહાકુંભના મોદીના હસ્તે ઉદઘાટન સમયે 1 લાખ બાળકોને સ્ટેડિયમમાં બેસાડાયા હતા
60 વર્ષ પહેલા બનેલા સરદાર પટેલ સ્ટેડિયમને આખરે જર્જરિત જાહેર કરી ત્યાં કોઇપણ કાર્યક્રમો નહીં યોજાવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલા કામને મંજૂરી અપાઈ હતી. પરંતુ આ સ્ટેડિયમમાં 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. જે સ્ટેડિયમના જર્જરિત થયેલી કોન્ક્રિટની બેઠકો પર સ્કૂલોના 1 લાખથી વધુ બાળકોને બેસાડાયા હતા.
એક મહિના પહેલા આઈઆઈટી મદ્રાસના સ્ટ્રક્ચરલ રિપોર્ટ, મલ્ટિમીડિયા તેમજ પંકજ પટેલ એન્ડ એસોસિએટ્સે સ્પષ્ટતા કરી હતી કે, અકસ્માત ન થાય તે હેતુથી સરદાર પટેલ સ્ટેડિયમ જાહેર કાર્યક્રમો તેમજ ઇવેન્ટ માટે બંધ રખાય. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અર્જન્ટમાં રજૂ થયેલી દરખાસ્ત પ્રમાણે સ્ટેડિયમ હવે રિપેર ન થાય ત્યાં સુધી જાહેર કાર્યક્રમ માટે બંધ રહેશે. સ્ટેડિયમનો સમાવેશ 20મી સદીના હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટમાં છે.
કોરિડોરમાં આરસીસી સ્ટેરકેશ તેમજ સ્ટીલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. હંગામી ધોરણે ડબલ લેયર સેફ્ટી નેટથી પ્રોટેક્શન કરવામાં આવેલ છે. સ્ટેડિયમના 18 કોરિડોરના વિસ્તારમાં સ્ટેરકેસ લેન્ડિંગવાળા ભાગમાં આરસીસી પોપડા પડવાની સંભાવના છે. 60 વર્ષ જૂના આ બાંધકામમાં આરસીસી સ્ટેરકેસ તેમજ હયાત સ્ટીલ સ્ટ્રક્ચર ખરાબ થયેલા હોઇ કોરિડોરની ફરતે આવેલો આરસીસી ભાગ જર્જરિત છે માટે જાહેર કાર્યક્રમ માટે તેનો ઉપયોગ કરવો નહીં.
0 Response to "સરદાર પટેલ સ્ટેડિયમ જર્જરિત હોવાના રિપોર્ટ છતાં મોદીનો કાર્યક્રમ યોજાયો હતો"
ટિપ્પણી પોસ્ટ કરો