-->
જીવલેણ હુમલો:ભરૂચમાં ભાજપની મહિલા નગર સેવિકાના પતિએ અંગત અદાવતમાં બે યુવાનો પર ચપ્પુ વડે હુમલો કર્યો

જીવલેણ હુમલો:ભરૂચમાં ભાજપની મહિલા નગર સેવિકાના પતિએ અંગત અદાવતમાં બે યુવાનો પર ચપ્પુ વડે હુમલો કર્યો

 

જીવલેણ હુમલો:ભરૂચમાં ભાજપની મહિલા નગર સેવિકાના પતિએ અંગત અદાવતમાં બે યુવાનો પર ચપ્પુ વડે હુમલો કર્યો


ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3ના ભાજપના મહિલા કાઉન્સીલરના પતિએ અંગત અદાવતમાં બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ ચકચાર મચી છે. આ હુમલામાં બન્ને યુવાનોને ઈજા પહોંચી છે. જેમાંથી એકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3ના મહિલા કાઉન્સિલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણ રાણા ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. તેની સામે કાયદાનો સિકંજો કસાયો છે. આ અંગે મળતી વિગતો અનુસાર ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયા હતા. જ્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંને પર ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલામાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. જેથી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય પ્રવીણ રાણા વિરુદ્ધ IPCની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ કર્તવ્ય રાણા વિવાદમાં આવી ચૂક્યો છે. અગાઉ પ્રોહિબીશનના ગુનામાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. કર્તવ્ય રાણા તેની પત્ની ભાજપમાં કોર્પોરેટર હોઈ તેના જોર પર અવારનવાર ગુનાહિત પ્રવૃતિઓ કરી રોફ જમાવતો હોવાનું પણ સ્થાનિક રહીશોમાં ચર્ચાઈ રહ્યું છે.

0 Response to "જીવલેણ હુમલો:ભરૂચમાં ભાજપની મહિલા નગર સેવિકાના પતિએ અંગત અદાવતમાં બે યુવાનો પર ચપ્પુ વડે હુમલો કર્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel