-->
બ્રિટિશ PM ગાંધીજીએ લખેલા પુસ્તકમાંથી શીખશે બ્રિટનની લાઇફસ્ટાઇલના પાઠ!

બ્રિટિશ PM ગાંધીજીએ લખેલા પુસ્તકમાંથી શીખશે બ્રિટનની લાઇફસ્ટાઇલના પાઠ!

 

બ્રિટિશ PM ગાંધીજીએ લખેલા પુસ્તકમાંથી શીખશે બ્રિટનની લાઇફસ્ટાઇલના પાઠ!




બ્રિટનના PM બોરિસ જોનસને અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી. ગાંધી આશ્રમ તરફથી તેમની મુલાકાત દરમિયાન ત્રણ ભેટ આપવામાં આવી છે, જે પૈકી 2 પુસ્તક અને એક ચરખાનો સમાવેશ થાય છે. આ બે પુસ્તક પૈકી એક પુસ્તકનું નામ 'ગાઈડ ટુ લંડન' છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ગાંધીજી દ્વારા લેખિત આ પુસ્તક પ્રકાશિત થયું ન હતું, પરંતુ બ્રિટનના PM ગાંધી આશ્રમ મુલાકાતે હતા, જેથી વિશેષ રીતે આ પુસ્તક ભેટ તરીકે આપવામાં આવ્યું છે.


બોરિસ જોનસનને ગાંધી આશ્રમ મુલાકાત દરમિયાન તેમના જ દેશમાં એટલે કે લંડનમાં કઈ રીતે રહી શકાય અને ત્યાંની લાઈફસ્ટાઈલ અંગે જાણકારી આપતું પુસ્તક, 'ગાઈડ ટુ લંડન' ભેટ તરીકે આપવામાં આવ્યું છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ગાંધીજીએ આ પુસ્તક લખ્યું હતું, પરંતુ એ પ્રકાશિત થયું ન હતું. આ પુસ્તકમાં ગાંધીજીએ લંડનમાં પોતે અનુભવેલા અનુભવ અંગેનો ઉલ્લેખ કરેલો છે. મૂળ રીતે ગાંધીજીએ આ પુસ્તક લંડનમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને, ત્યાંની જીવનશૈલીથી વાકેફ કરવા માટે પુસ્તક લખ્યું હતું. ત્યાં કેવી રીતે રહી શકાય, રહેણીકરણી અંગેની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં ગાંધીજીએ લખી હતી.


0 Response to "બ્રિટિશ PM ગાંધીજીએ લખેલા પુસ્તકમાંથી શીખશે બ્રિટનની લાઇફસ્ટાઇલના પાઠ!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel