ધો.10-12નું પરિણામ આવતીકાલે જાહેર થવાની અફવા,
ધો.10-12નું પરિણામ આવતીકાલે જાહેર થવાની અફવા,
- ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પહેલા વીકમાં જાહેર થશે
- બોર્ડ દ્વારા ફેક પરિપત્ર વાઈરલ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
શિક્ષણ બોર્ડના સચિવે પરિણામની વાતને અફવા ગણાવી
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ પટેલે જણાવ્યું હતું કે, આ ખોટા સમાચાર છે .આવતીકાલે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું નથી. હજુ પરિણામ માટે બોર્ડ દ્વારા તૈયારી ચાલુ છે. આ પ્રકારના કોઈપણ મેસેજ પર વિશ્વાસ રાખો નહીં. જ્યારે પરિણામ જાહેર થવાનું હશે તે અગાઉ ગુજરાત બોર્ડ દ્વારા જાણ કરવામાં આવશે.
જૂનના પહેલા સપ્તાહમાં આવશે પરિણામ
4 દિવસ અગાઉ જ ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું હતું. ત્યારે શિક્ષણમંત્રી જીતુંભાઈ વાઘાણી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરાશે તેમ જણાવ્યું હતું.
ધો.10 બોર્ડમાં 9.6 લાખ પરીક્ષાર્થીઓ હતા
રાજ્યભરમાં 28 માર્ચથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી. કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14 લાખથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 958 કેન્દ્રો પર 9.06 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 4 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 140 કેન્દ્રો પર 96 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

0 Response to "ધો.10-12નું પરિણામ આવતીકાલે જાહેર થવાની અફવા,"
ટિપ્પણી પોસ્ટ કરો