ભરૂચના 13 હજારથી વધુ લાભાર્થીઓને PMની હાજરીમાં સહાયનું વિતરણ, દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ
ભરૂચના 13 હજારથી વધુ લાભાર્થીઓને PMની હાજરીમાં સહાયનું વિતરણ, દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે તેની ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત ચાર મુખ્ય યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. ચાર યોજનામાં કુલ 13 હજાર કરતા પણ વધુ લાભાર્થીઓને તા. 12 મે અને આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે. જેમાં આ અંગેની તડામાર તૈયારીઓ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના લાભની પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને આપવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સહયોગથી ઉત્કર્ષ પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં સર્વ પ્રથમ સોશિયલ મીડિયા ઉપર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. જેના માધ્યમથી પાત્રતા ધરાવતા નાગરિકોને ઓળખી કાઢવામાં આવ્યા હતા. બાદમાં સ્થળ ઉપર જ કેમ્પ રાખી યોજનામાં જરૂરી તમામ આધાર પૂરાવાઓ કાઢી આપવામાં આવ્યા હતા અને ફોર્મ ભરવાની વિધિ કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયત્નોના પરિણામે માત્ર ત્રણ માસમાં 13 હજાર કરતાં વધુ લાભાર્થીઓને તેમાં આવરી લેવામાં આવ્યા હતા. આ તમામને આગામી તા. 12 મેના રોજ ઉત્કર્ષ સમારોહ થકી સહાય વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી સહિતના આગેવાનો જોડાશે. આ અંગેની તડામાર તૈયારીઓ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.

0 Response to "ભરૂચના 13 હજારથી વધુ લાભાર્થીઓને PMની હાજરીમાં સહાયનું વિતરણ, દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ"
ટિપ્પણી પોસ્ટ કરો