-->
રાજ્યમાં 15મી જૂનથી વરસાદ પડી શકે છે, 11થી 17મી મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે

રાજ્યમાં 15મી જૂનથી વરસાદ પડી શકે છે, 11થી 17મી મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે

 

રાજ્યમાં 15મી જૂનથી વરસાદ પડી શકે છે, 11થી 17મી મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે



રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં 15મી જૂનથી વરસાદની શક્યતા છે. તેમજ 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધવાની સાથે જ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય.

આ સપ્તાહમાં કાળઝાળ ગરમીની સાથે હિટ વેવ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એવામાં ગુજરાત માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષ ચોમાસુ સારું રહેવાની આગાહી કરાઈ છે. જે મુજબ 15મી જૂનથી વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. એકતરફ રાજ્યમાં ભારે પવન અને કમોસમી વરસાદી ઝાપટું પડતું હોવાથી જગત નો તાત ચિંતાતુર થઈ ગયો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચાલુ વર્ષે ચોમાસુ શરૂઆતમાં સારું રહેશે. 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે. સાથે જ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય.

ઉપરાંત 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે. સાથે જ વાવાઝોડું પણ સક્રિય થવાનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ચક્રવાત હળવા પ્રકારનું હોય શકે છે. પરંતુ ચક્રવાતના કારણે મે મહિનામાં કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ શકે છે. 15 જૂન આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. કેટલાક ભાગોમાં સારો વરસાદ પણ થઈ શકે છે.

ચોમાસું વહેલું આવે અથવા તો ક્યારેક મોડું પણ આવતું હોય છે. જેની ચોમાસા ઉપર વિપરીત અસર પડતી હોય છે. પરંતુ આ વર્ષનું ચોમાસુ 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન છે. શરૂઆતનું ચોમાસુ સારું રહેશે. પરંતુ મેં મહિનામાં આંધીનું પ્રમાણ વધુ રહેશે. જેના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શકયતા છે.હવામાન વિભાગ ધ્વારા પણ દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે તેમજ 99 ટકાથી 5 ટકા ઓછો અથવા વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.


0 Response to "રાજ્યમાં 15મી જૂનથી વરસાદ પડી શકે છે, 11થી 17મી મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel