-->
વિશ્વામિત્રી નદીનો કાયાકલ્પ કરવાનો એક્શન પ્લાન 15 દિવસમાં સુપ્રત કરવા અનુરોધ

વિશ્વામિત્રી નદીનો કાયાકલ્પ કરવાનો એક્શન પ્લાન 15 દિવસમાં સુપ્રત કરવા અનુરોધ

 

વિશ્વામિત્રી નદીનો કાયાકલ્પ કરવાનો એક્શન પ્લાન 15 દિવસમાં સુપ્રત કરવા અનુરોધ



- ટ્રીબ્યુનલના આદેશ પછી પણ કોર્પોરેશને એક્શન પ્લાન સબમીટ કર્યો નથી


વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી નો કાયાકલ્પ કરવાનો એક્શન પ્લાન 15 દિવસમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ને સુપ્રત કરી દેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને યાદ દેવડાવ્યું છે. મળતી વિગતો અનુસાર વડોદરા કોર્પોરેશનના ફ્યૂચરિસ્ટિક પ્લાનિંગ સેલના કાર્યપાલક ઇજનેર ને એક પત્ર પાઠવીને વિશ્વામિત્રી નદીનો કાયાકલ્પ કરવાનો સમય સાથેનો એક્શન પ્લાન માગ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલએ પ્રદૂષિત નદીઓનો કાયાકલ્પ કરવા માટે દરેક રાજ્યોમાં આ અંગે ખાસ સમિતિનું ગઠન કરવા અને તેના દ્વારા એક એક્શન પ્લાનનો અમલ થાય તે માટે સમયબદ્ધ આયોજન હાથ ધરવા પણ કહ્યું છે. ગયા મે મહિનામાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીનો નકશો અને પૂરના મેદાનો અંગે ડીમાર્કેશન ની કામગીરી તૈયાર કરવા કહ્યું હતું. નદીની અખંડતા જળવાઈ રહે તે માટે ગેરકાયદે દબાણો દૂર કરવા પણ આદેશ કર્યો હતો.

ટ્રીબ્યુનલએ નોંધ્યું હતું કે દેશની સૌથી વધુ 351 પ્રદૂષિત નદીઓમાં વિશ્વામિત્રી નો પણ સમાવેશ થાય છે, અને ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરવા કહ્યું હતું. જાણવા મળ્યા મુજબ ટ્રીબ્યુનલના આદેશ પછી પણ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન સુપરત નહીં કરાયો હોવાથી પંદર દિવસમાં સબમીટ કરી દેવા પત્રમાં જણાવાયું છે


0 Response to "વિશ્વામિત્રી નદીનો કાયાકલ્પ કરવાનો એક્શન પ્લાન 15 દિવસમાં સુપ્રત કરવા અનુરોધ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel