આજનું ભવિષ્ય તા 19-5-2022 ગુરૂવાર
આજનું ભવિષ્ય તા 19-5-2022 ગુરૂવાર
વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક પ્રશ્ને આપે મૌન રહેવું હિતાવહ રહેશે.
મિથુન : આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. મહત્ત્વના કામ અંગેની મિલન-મુલાકાતમાં સફળતા મળી રહે. કામ ઉકેલાય.
કર્ક : કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય. સીઝનલ ધંધામાં આપને હરિફાઈ રહે. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
સિંહ : આપના કામ અંગે બહાર જવાનું બને. સંતાનના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.
કન્યા : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપને હૃદય-મનની શાંતિ જણાય નહીં. આપના કામ અંગે દોડધામ-શ્રમ રહે. મુશ્કેલી જણાય.
તુલા : આપને સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુ વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. પ્રવાસનું આયોજન થાય.
વૃશ્ચિક : આપના કામની સાથે કુટુંબ-પરિવારના કામકાજ અંગે વ્યવસાય દોડધામ-ખર્ચ રહે. સીઝનલ ધંધામાં ઘરાકી જણાતા રાહત રહે.
ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સફળતા મળતા આનંદ રહે.
મકર : આપે નાણાંકીય જવાબદારીવાળા કામમાં ધ્યાન રાખવું પડે. સરકારી-ખાતાકીય તપાસમાં અટવાઇ ન જાવ તેની તકેદારી રાખવી પડે.
કુંભ : આપના કાર્યમાં સરળતા-સાનુકૂળતાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. વાણીની સંયમતા રાખવી.
મીન : દિવસ દરમ્યાન આપને કોઈને કોઈ કામ અંગે દોડધામ રહ્યા કરે. મિત્રવર્ગનો સાથ-સહકાર મળતા રાહત રહે.
0 Response to "આજનું ભવિષ્ય તા 19-5-2022 ગુરૂવાર"
ટિપ્પણી પોસ્ટ કરો