-->
ગૃહમંત્રાલયનો “આદેશ” : ભારતમાં દર વર્ષે 21 મેના રોજ 'આંતકવાદ વિરોધી દિવસ' મનાવાશે...

ગૃહમંત્રાલયનો “આદેશ” : ભારતમાં દર વર્ષે 21 મેના રોજ 'આંતકવાદ વિરોધી દિવસ' મનાવાશે...

ગૃહમંત્રાલયનો “આદેશ” : ભારતમાં દર વર્ષે 21 મેના રોજ 'આંતકવાદ વિરોધી દિવસ' મનાવાશે...

સમગ્ર દેશમાં આતંકવાદના ષડયંત્રોને નસ્તેનાબૂદ કર્યા બાદ કેન્દ્ર સરકાર હવે દર વર્ષે તા. 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ પણ મનાવવા જઈ રહી છે.




સમગ્ર દેશમાં આતંકવાદના ષડયંત્રોને નસ્તેનાબૂદ કર્યા બાદ કેન્દ્ર સરકાર હવે દર વર્ષે તા. 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ પણ મનાવવા જઈ રહી છે. જેના ભાગરૂપે ગૃહમંત્રાલયે તમામ રાજ્ય સરકારને આદેશ કર્યો છે.


દેશમાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે, હવે દર વર્ષે તા. 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવશે. આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો તેમજ તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખવામાં આવ્યો છે. જોકે, આ દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર કરવાનો છે. વધુમાં જણાવાયું છે કે, દેશમાં આતંકવાદને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી વિવિધ યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે, જો યુવાધન યોગ્ય રસ્તે આવી ગયું તો આતંકવાદ આપોઆપ ખતમ થઇ જશે. સાથે જ કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારની કચેરીઓમાં કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ પણ લેવડાવવામાં આવાશે.



0 Response to "ગૃહમંત્રાલયનો “આદેશ” : ભારતમાં દર વર્ષે 21 મેના રોજ 'આંતકવાદ વિરોધી દિવસ' મનાવાશે..."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel