-->
વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 242 સ્થળે 1.31 લાખ લોકોને રસી મૂકવાનું મહા અભિયાન હાથ ધરાશે

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 242 સ્થળે 1.31 લાખ લોકોને રસી મૂકવાનું મહા અભિયાન હાથ ધરાશે

 

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 242 સ્થળે 1.31 લાખ લોકોને રસી મૂકવાનું મહા અભિયાન હાથ ધરાશે




વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી રવિવારના રોજ રસીનો ડોઝ નથી લીધો તેવા લોકોને આવરી લેવા કોરોના રસીકરણ મહા અભિયાન હાથ ધરવામાં આવશે.

CMની સૂચનાથી અભિયાન શરૂ કરાશે
મુખ્યમંત્રીની સૂચનાથી શરૂ કરવામાં આવનાર આ અભિયાનની જાણકારી આપતાં નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રવિવારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસી મૂકવા માટે 242 રસીકરણ કેન્દ્રો રાખવામાં આવશે.

131235 લાભાર્થીઓને આવરી લેવાશે
આ અભિયાન હેઠળ પ્રિકોશન ડોઝની પાત્રતા ધરાવતા અને તેનાથી વંચિત જિલ્લાના હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર અને 60થી વધુ ઉંમરની શ્રેણીના 65221 લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ અને 12 વર્ષથી વધુ વય જૂથના પાત્રતા ધરાવતા 66014ને બીજો ડોઝ, એમ કુલ 131235 લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રસી કેન્દ્ર ખાતે ઓન સ્પોટ નોંધણી પણ કરવામાં આવશે
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે રસી મૂકી આપવામાં આવશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ઓનલાઇન કોવિન પોર્ટલ પર નોંધણી કરાવીને સ્લોટ બુક કરાવી શકશે અને રસી કેન્દ્ર ખાતે ઓન સ્પોટ નોંધણી પણ કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા આરોગ્ય વિભાગને ગૃહ વિભાગ,પંચાયત, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓ ને ઓળખીને રસી અપાવવામાં સહયોગ આપશે.

 રસી ડોઝ ન લીધો હોય એમણે ડોઝ લેવો હિતાવહ: નિવાસી અધિક કલેક્ટર
કોરોના હજુ સાવ ગયો નથી એટલે રસીને પાત્ર હોવા છતાં ડોઝ લીધો ન હોય તેઓ આરોગ્યના હિતમાં રસી મૂકાવી લે તેવો અનુરોધ કુલદીપસિંહ ઝાલાએ કર્યો છે.




0 Response to "વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 242 સ્થળે 1.31 લાખ લોકોને રસી મૂકવાનું મહા અભિયાન હાથ ધરાશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel