-->
કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત, રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર.

કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત, રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર.

કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત, રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર.


રાજ્યમાં ફરી વાર ગરમીનો પારો ઉચકાયો છે. જેમાં આજે રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે.

રાજ્યમાં ફરી વાર ગરમીનો પારો ઉચકાયો છે. જેમાં આજે રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે.જેમાં રાજ્યમાં ગઇ કાલે સૌથી વધુ તાપમાન અમદાવાદ માં 47 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી બાજુ ગાંધીનગરમાં 45.8 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન, પાટણમાં 45 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, અમરેલીમાં 44.8 ડિગ્રી, જૂનાગઢમાં 44.8 ડિગ્રી, ભાવનગરમાં 44.5 ડિગ્રી અને રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે.


ગુજરાતમાં ગરમી સતત કહેર વર્તાવી રહી છે. જેમ-જેમ દિવસ જાય છે તેમ-તેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે ક્યાંક ક્યાંક શીત પવનો ગરમીમાં આંશિક રાહત આપી જાય છે પરંતુ ગુજરાતની ગરમી તો ભયંકર. બપોરે તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આકરી ગરમી ને લીધે તંત્ર દ્વારા ઠેર ઠેર લિલા પડદાના વિસામા બનાવવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર પાણીની પરબ શરુ કરવામાં આવી છે.હવામાન નિષ્ણાતોના અભિપ્રાય મુજબ રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરી છે. રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. સાથે તેમણે જણાવ્યું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારું રહેશે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી શકે છે. 11 મેથી 17 મે વચ્ચે આંધી ના પ્રમાણમાં પણ વધારો થવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. ઉપરાંત 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જેને લઇ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે.



0 Response to "કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત, રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel