-->
ગુજરાત સ્થાપના દિને 9.38 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સને સરકારની ભેટ,

ગુજરાત સ્થાપના દિને 9.38 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સને સરકારની ભેટ,

ગુજરાત સ્થાપના દિને 9.38 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થાંમાં 3%નો વધારો



- તા 01-07-2021થી 3 ટકાનો વધારો કરાયો
- મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે
- પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે ચૂકવાશે

રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. એ શ્રુંખલાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લામાં આજે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા 01-07-2021થી 3 ટકાનો વધારો કરાયો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને આ લાભ મળશે. તા 01-07-2021થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે, પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે અપાશે.



100 કરોડના ખર્ચે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું લોકાર્પણ

100 કરોડના ખર્ચે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું લોકાર્પણ
​​​​​​​મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ મળશે. આ કામોમાં પાટણના નાગરિકોને રૂપિયા 264 કરોડના પાણી કામોનો પણ સમાવેશ થાય છે. યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરસ્વતી તાલુકા કચેરી સામે 110 કરોડનાં ર્ખચે નિર્માણ થયેલા આધુનિક રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ, ડાયનાસોર ગેલેરી અને પાટણ ખાતે રૂપિયા 100 કરોડના ખર્ચે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું લોકાર્પણ કરાયું છે.




અનેક ગામોના 3.22 લાખથી વધુ લોકોને સીધો લાભ મળશે

મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણથી જિલ્લાના અનેક ગામોના 3.22 લાખથી વધુ લોકોને સીધો લાભ મળશે. વિકાસની આ હેલીમાં પંચાયત વિભાગના સીસી રોડ, પીવાની પાઇપ લાઇન, પેવર બ્લોક સહિત 162 કામો રૂ 226.31 લાખના ખર્ચે નિર્માણ પામનાર છે. જેનાથી 144 ગામોની 28019 લોકોને ફાયદો થનાર છે. દેલવાડા અને નાગવાસણા ખાતે રૂ 50 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુર્હુતથી આરોગ્ય વિભાગના 02 કામોમાં 02 ગામની 10 હજાર વસ્તીને આરોગ્યની સેવાઓના લાભ મળનાર છે. રૂ 6450 લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગના 06 કામો જેમાં 39 ગામોની 1 લાખ 32 હજાર 351ની વસ્તીને રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળનાર છે.

1000 આવાસોનું લોકાર્પણ

આ કામોમાં ગૃહ વિભાગના 03 કામો અંતર્ગત પોલીસ અધિકારીઓ અને કર્મયોગીઓના રહેણાંક, પંચાયત વિભાગના સીસીરોડ પેવર બ્લોક, ગટર લાઇન સહિત ગ્રામ સુવિધાના કામો, રૂ 50 લાખના ખર્ચે સમોડા અને મીઠા ધરવા ખાતે તૈયાર થયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ઓરૂમાણા, ગોલીવાડા અને નાંદોત્રી ખાતે સરકારી શાળાના મકાનનું લોકાર્પણ, રાધનપુર, સમી, પાટણ અને સરસ્વતી તાલુકાની 26 આંગણવાડીના મકાનોનું લોકાર્પણ, મહિલા અને બાળ વિકાસ વિભાગના 26 કામો, જળ જીવન મિશન, નલ સે જલ યોજના અંતર્ગત કામના લોકાર્પણ, સિધ્ધપુર નગરપાલિકાનું કામ, પાટણ નગરપાલિકાનું 01 કામ,વાગડોદ અને ધરમોડા ખાતે નવી અધતન આઇ.ટી.આઇ મકાન, શ્રમ અને રોજગાર વિભાગના 02 કામો, ગ્રામ વિકાસ વિભાગની મનરેગા યોજનાના 25 કામો ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1000 આવાસોનું લોકાર્પણોનો સમાવેશ થાય છે.


0 Response to "ગુજરાત સ્થાપના દિને 9.38 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સને સરકારની ભેટ, "

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel