-->
ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના 4 આરોપી અને દાઉદના સાગરિતને અમદાવાદમાંથી ઝડપી લીધા

ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના 4 આરોપી અને દાઉદના સાગરિતને અમદાવાદમાંથી ઝડપી લીધા

 

ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના 4 આરોપી અને દાઉદના સાગરિતને અમદાવાદમાંથી ઝડપી લીધા



ગુજરાત ATS દ્વારા 1993 મુંબઈ બ્લાસ્ટ કેસ મામલે દાઉદ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે. અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા, ડી.સૈયદ કુરેશીને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.

અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાના ઠેકાણા બદલી નાંખ્યા હતા. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી ફેક નીકળી છે. તપાસમાં સામે આવ્યા મુજબ, આ ચારેય શખ્સ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે.

અમદાવાદ એરપોર્ટ નજીકથી ઝડપી લેવાયા
આ ચારેય આરોપી બોગસ પાસપોર્ટ બનાવીને એક દેશથી બીજા દેશમાં ફરતા હતા. થોડા સમય પહેલા દુબઈમાં પણ હોવાનું જાણવા મળ્યું છે. જો કે તેઓ બોગસ પાસપોર્ટના આધારે અમદાવાદ એરપોર્ટ નજીક આવતા ATSના હાથે ઝડપાયા છે.

1993 બ્લાસ્ટ કેસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં મદદ કરી હતી
1993ના સિરિયલ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં તેમજ લોજિસ્ટિક સપોર્ટ કરવા માટે મદદ કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ તેઓ હજી પણ દાઉદ ગેંગના સંપર્કમાં હોય એવું માનવામાં આવે છે. જેના આધારે હવે ડી કંપનીના વધુ કનેક્શન બહાર આવી શકે. તેઓ શા માટે અમદાવાદ આવી રહ્યા હતા, જો તેમના અમદાવાદમાં કનેક્શન હોય તો ગુજરાત પોલીસ માટે ખૂબ મોટી સફળતા સાબિત થશે. આરોપીઓની પૂછપરછ હવે સેન્ટ્રલ એજન્સી દ્વારા કરવામાં આવશે.


0 Response to "ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના 4 આરોપી અને દાઉદના સાગરિતને અમદાવાદમાંથી ઝડપી લીધા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel