-->
શરીરમાંથી 'ઝેર' બહાર કાઢવા માટે ડિટોક્સ ફુટ પેડ્સનો ઉપયોગ કરો, ઊંઘ પણ સારી આવશે

શરીરમાંથી 'ઝેર' બહાર કાઢવા માટે ડિટોક્સ ફુટ પેડ્સનો ઉપયોગ કરો, ઊંઘ પણ સારી આવશે

 

શરીરમાંથી 'ઝેર' બહાર કાઢવા માટે ડિટોક્સ ફુટ પેડ્સનો ઉપયોગ કરો, ઊંઘ પણ સારી આવશે






શરીરમાં નુકસાન પહોંચાડનારા બેક્ટેરિયાને બહાર કાઢવા માટે ડિટોક્સ ફુટ પેડ્સનો ઉપયોગ કરો. ડિટોક્સ ફુટ પેડ્સ શરીરની અંદર સફાઈ કરીને ઝેરી ટોક્સિન્સને બહાર કાઢે છે. ડિટોક્સ ફુટ પેડ્સના ફાયદાની સાથે-સાથે નુકસાન પણ છે. આ માટે થોડું ધ્યાન રાખવું પડશે. મેરઠ મેડિકલ કોલેજના સ્કિન ડિપાર્ટમેન્ટના એચઓડી ડૉ. અમરજીત સિંહે આ બાબતે વાતચીત કરી હતી.

ફુટ પેડ્સ શરીરને ડિટોક્સ કરે છે. તેનો કોઈ ડેટા નથી. શરીરમાં ફક્ત લિવર અને કિડની બ્લડને ફિલ્ટર કરે છે. ત્વચામાંથી પરસેવો આવવો એ પણ એક પ્રકારનું ડિટોક્સિફાઈંગ છે. ફુટ પેડ્સનો ઉપયોગ કરવાથી ત્વચામાં બળતરા થઈ શકે છે. તેથી, જો ડિટોક્સ ફુટ પેડનો વપરાશ કરવાથી બળતરા થાય છે, તો તરત


ડિટોક્સ ફુટ પેડ્સ શું છે?
ડીટોક્સ ફુટ પેડ્સ પગ પર ચોંટાડવામાં આવે છે. સફેદ રંગના આ પેડ પગના તળિયાની વચ્ચેના ભાગમાં લાંબા સમય સુધી ચીપકાવી રાખવામાં આવે છે.

ડિટોક્સ ફુટ પેડ્સનો કેવી રીતે કરશો ઉપયોગ?
જો તમે ડિટોક્સ ફુટ પેડ્સથી ફાયદો મેળવવા માગતા હો, તો તેનો ઉપયોગ ફક્ત રાત્રે જ કરો. ડિટોક્સ ફુટ પેડ્સ લગાવ્યા બાદ ચાલવામાં કાળજી રાખવી જરૂરી છે. તમારા પગના તળિયાની વચ્ચેના ભાગમાં ડિટોક્સ ફુટ પેડ્સ લગાવો અને 8થી 12 કલાક માટે રાખો. જેથી તે આખી રાત કામ કરી શકે. સવારે ઊઠો ત્યારે પગનાં પેડ્સ પીળા, ભૂરા અથવા કાળા રંગના દેખાશે. તેનો ઉપયોગ કરીને તમે ઘણી હદ સુધી આરામ મેળવી શકો છો.

ડિટોક્સ ફુટ પેડ્સના ફાયદા
ડિટોક્સ ફુટ પેડ્સની મદદથી તણાવ દૂર કરી શકાય છે. એટલું જ નહીં, આખી રાત તેનો ઉપયોગ કર્યા પછી, તમે બીજા દિવસે તાજગી અનુભવશો. આ પેડ્સ ઊંઘ ન આવવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. પગના દુખાવામાં રાહત આપે છે. ખરાબ બ્લડ સર્ક્યુલેશનને કારણે ઘણા રોગો થઈ શકે છે. તેથી ફુટ પેડ્સનો ઉપયોગ કરી શકાય છે. ફુટ પેડ્સથી માનસિક સંતુલન સુધરે છે અને નવી ઊર્જા મળે છે.

ડિટોક્સ ફુટ પેડ્સના ગેરફાયદા
મોટાભાગના ડિટોક્સ ફુટ પેડ્સ વાંસ અથવા લાકડાના સરકાના બનેલા હોય છે. લાકડાના સરકાનો સક્રિય ઘટક પાયરોલિગ્નીયસ એસિડ છે. ત્વચાના સંપર્કમાં આવવાથી બળતરા થઈ શકે છે. તેનાથી ચક્કર પણ આવી શકે છે. કેટલાક લોકોને એલર્જી પણ હોઈ શકે છે. જો ડિટોક્સ ફુટ પેડ્સના ઉપયોગથી આડઅસર થાય, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો. એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે ડિટોક્સ ફુટ પેડ્સ કામ કરે છે.

ડિટોક્સ ફુટ પેડ્સ શરીરને ઝેરી રસાયણોથી મુક્ત કરવા માટે પરસેવા દ્વારા અમુક અંશે અસરકારક છે. એવા કોઈ પુરાવા નથી કે પગના પેડ્સ શરીરમાંથી કંઈપણ દૂર કરે છે. તેથી જ કંપનીના ખોટા દાવાઓને કારણે ફેડરલ ટ્રેડ કમિશને જાહેરાત બંધ કરી દીધી. FTCને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે પગના પેડ્સ વજન ઘટાડવામાં મદદ કરે છે.

ડિટોક્સ ફુટ પેડ્સમાં કેટલાંક એવાં તત્ત્વો છે જેના ફાયદા છે. ઉદાહરણ તરીકે, આદુ, ટુમલાઇન (નેગેટિવ ઊર્જાનું હીલિંગ કરતો કાળા રંગનો પથ્થર) અને લવંડર જે પીડામાં રાહત આપે છે. તે સારી ઊંઘ લેવામાં પણ મદદ કરે છે. પરંતુ લાકડા કે વાંસમાંથી બનાવેલો વિનેગર ત્વચા પર ફોલ્લીઓનું કારણ બની શકે છે.

0 Response to "શરીરમાંથી 'ઝેર' બહાર કાઢવા માટે ડિટોક્સ ફુટ પેડ્સનો ઉપયોગ કરો, ઊંઘ પણ સારી આવશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel