-->
જામનગરમાં કારમાં બેસી મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યને કહ્યું- 'તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો'

જામનગરમાં કારમાં બેસી મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યને કહ્યું- 'તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો'

 

જામનગરમાં કારમાં બેસી મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યને કહ્યું- 'તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો'



- મુખ્યમંત્રીના શબ્દો સાંભળી કૉંગ્રેસી ધારાસભ્ય હસી પડ્યા

- જામનગરમાં ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રી હળવી શૈલીમાં જોવા મળ્યા

જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે વધુ એક કૉંગ્રેસી ધારાસભ્ય ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. અમદાવાદની દાણીલીમડા બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર જામનગરમાં મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓ સાથે હાજર જોવા મળ્યા હતા. કાર્યક્રમમાંથી જતા સમયે મુખ્યમંત્રીએ શૈલેષ પરમારને કહ્યું હતું કે તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો. આ સાંભળી શૈલેષ પરમાર હસી પડ્યા હતા.


ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાનપદે ચાલી રહેલી સપ્તાહમાં શૈલેષ પરમારની હાજરી

જામનગરમાં ભાઈશ્રી રમેશ ઓઝાની ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં રોજબરોજ નવી રાજકીય તસવીરો જોવા મળી રહી છે. આજે અમદાવાદની દાણીલીમડા બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમારે કથામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓએ પણ હાજરી આપી હતી. શૈલેષ પરમાર ભાજપના નેતાઓ સાથે એક જ મંચ પર જોવા મળ્યા હતા.





મુખ્યમંત્રીની ઓફર સાંભળી પરમાર હસી પડ્યા
ભાગવત સપ્તાહમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળ પરથી રવાના થયા હતા. ત્યારે ભાજપના નેતાઓ સાથે શૈલેષ પરમાર પણ મુખ્યમંત્રીને કાર સુધી છોડવા આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ પરમારને કહ્યું હતું કે તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો. આ સમયે હાજર અન્ય ભાજપના નેતાઓ પણ શૈલેષ પરમારને મુખ્યમંત્રીની કારમાં બેસાડવા આતુર જણાતા હતા. જોકે શૈલેષ પરમાર બેસ્યા નહોતા.








0 Response to "જામનગરમાં કારમાં બેસી મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યને કહ્યું- 'તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો'"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel