-->
અંકલેશ્વરની GIDCની યુપીએલ યુનિટ-1માં બ્લાસ્ટ સાથે આગ લાગી,

અંકલેશ્વરની GIDCની યુપીએલ યુનિટ-1માં બ્લાસ્ટ સાથે આગ લાગી,

અંકલેશ્વરની GIDCની યુપીએલ યુનિટ-1માં બ્લાસ્ટ સાથે આગ લાગી, 6 કામદારોને ઈજા પહોંચી




- 8થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો

- યુનિટ-1માં પ્રોસેસિંગની કામગીરી દરમિયાન આગ લાગી
 હોવાનું અનુમાન


અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં યુપીએલ યુનિટ-1માં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જેમાં 6 જેટલા કામદારો દાઝી જતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા બે કામદારોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આ આગની ઘટનાની જાણ ફાયરની ટીમને થતા 8થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવી 30 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

આજરોજ સવારના અરસામાં અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં નેશનલ હાઇવેને અડીને આવેલી યુપીએલ કંપનીના યુનિટ-1માં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ કંપનીમાં નાસભાગ મચી હતી. આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પાડ્યા હતા. કંપનીના સત્તાધીશોએ તાત્કાલિક અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરતા 8થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી 30 મિનિટમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ આગની ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા 6 જેટલા કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને 108 સેવાની મદદ વડે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનીજાણ થતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, પ્રાંત અધિકારી નૈતીકા પટેલ સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘાયલ કામદારોને ઉત્તમ સારવાર આપવામાં આવે તે માટે તબીબોની ટીમને કામે લગાડી છે. તબીબોના ડિસિઝન બાદ ગંભીર રીતે ઇજા પામનારા કામદારોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં એરલિફ્ટ કરવાની તૈયારી બતાવી છે. આગની ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા યુનિટ ખાલી કરાવી દીધું હોવાની વિગત સાંપડી છે. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. યુનિટ-1માં પ્રોસેસિંગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.



0 Response to "અંકલેશ્વરની GIDCની યુપીએલ યુનિટ-1માં બ્લાસ્ટ સાથે આગ લાગી,"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel