IAS રાજેશની CBIએ ધરપકડ કરી
IAS રાજેશની CBIએ ધરપકડ કરી
ગુરૂવારે મોડી રાતથી ચાલુ થયેલ દરોડાની કાર્યવાહી બાદ અંતે આજે બપોરે આઈએએસના નજીકના મોહમ્મદ રફીક મેમણ ની ધરપકડ કર્યા બાદ નક્કર પુરાવાના આધારે અંતે 2011 ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે રાજેશની ધરપકડ કરી છે.
રાજેશ સામે શુક્રવારે મોડી સાંજે સીબીઆઇએ ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે.
ભ્રષ્ટાચાર સહિત કથિત કૌભાંડ મામલે ગઈકાલે ગાંધીનગર અને સુરતમા સીબીઆઈની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
રાજેશ સામે જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સને લઈ ફરિયાદ નોધાઈ છે અને તે અંતર્ગત રાજેશ અને રાજેશના મધ્યસ્થી રફિક મેમણ નામના વ્યક્તિની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. રફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાનો આરોપ છે.
આ સિવાય વધુ એક ઘટનાક્રમમાં બામણબોરમાં 2000 કરોડની જમીન કૌભાંડનો રેલો પણ કે.રાજેશ સુધી પહોંચે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. રાજેશે મળતિયાઓ સાથે મળીને કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકર જમીનની લ્હાણી કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, અધિકારી પર જમીનના શંકાસ્પદ સોદામાં હાથ હોવાનો અને લાંચ લીધા બાદ હથિયારનું લાઈસન્સ આપવાનો આરોપ છે. આ તમામ પ્રાથમિક માહિતીને ધ્યાનમાં લીધા બાદ ગુરૂવારે CBIના દિલ્હી યુનિટમાં કે. રાજેશ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી.
0 Response to "IAS રાજેશની CBIએ ધરપકડ કરી"
ટિપ્પણી પોસ્ટ કરો