-->
આજનું ભવિષ્ય તા.11-6-2022, શનિવાર

આજનું ભવિષ્ય તા.11-6-2022, શનિવાર

 

આજનું ભવિષ્ય તા.11-6-2022, શનિવાર




મેષ : આપના રોજિંદા કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામ અંગે સંસ્થાકીય કામ અંગે વ્યસ્તતા રહે. મિલન- મુલાકાત થાય.

વૃષભ : આપના કાર્ય અંગે કામ- દોડધામ- વ્યસ્તતા જણાય. કોર્ટ કચેરીના કામ અંગે, સરકારી ખાતાકીય કામ અંગે ખર્ચ જણાય.

મિથુન : આપના રૃકાવટ- મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય.

કર્ક : કામકાજમાં પ્રતિકૂળતા જણાય, આપની ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. માતૃપક્ષે બીમારી- ચિંતાનું આવરણ આવી જાય.

સિંહ : આપના કાર્યમાં સહાયક વર્ગ- નોકર ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહેતાં કામનો ઉકેલ લાવવામાં સરળતા રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કન્યા : આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે દોડધામ રહે. પરંતુ કામનો ઉકેલ આવતા રાહત રહે, ધંધામાં હર્ષ-લાભ રહે.

તુલા : આપને માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવું પડે. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

વૃશ્ચિક : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય સરકારી કામમાં ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.

ધન : આપના કાર્યમાં ધીમે ધીમે સરળતા સાનુકૂળતા થતી જાય. સંતાનના પ્રશ્નમાં ચિંતા- પરેશાની ઓછી થાય. પરદેશનું કામ થાય.

મકર : આપને દિવસ દરમ્યાન કોઈને કોઈ કામ અંગે વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનની લે-વેચના કામમાં સરળતા જણાય.

કુંભ : આપે નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. પરદેશના કામકાજમાં પ્રગતિ-સાનુકૂળતા મળી રહે.

મીન : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ- વિવાદમાં સંભાળવું પડે.




0 Response to "આજનું ભવિષ્ય તા.11-6-2022, શનિવાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel