-->
બેન્કર્સ ગ્રુપ સહિતના દરોડામાં 250 કરોડના વ્યવહારો મળ્યા, 10 કરોડની રોકડ-જ્વેલરી જપ્ત, 5 લોકર સીઝ

બેન્કર્સ ગ્રુપ સહિતના દરોડામાં 250 કરોડના વ્યવહારો મળ્યા, 10 કરોડની રોકડ-જ્વેલરી જપ્ત, 5 લોકર સીઝ

 

બેન્કર્સ ગ્રુપ સહિતના દરોડામાં 250 કરોડના વ્યવહારો મળ્યા, 10 કરોડની રોકડ-જ્વેલરી જપ્ત, 5 લોકર સીઝ








આઇટીએ રાજ્યના અનેક શહેરોમાં બેન્કર્સ હોસ્પિટલ સહિતના ગ્રુપને ત્યાં હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં રૂપિયા 250 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તપાસ હજી ચાલુ હોવાથી આંક વધી શકે છે. 4 દિવસના સર્ચમાં અધિકારીઓએ 10 કરોડની રોકડ-જ્વેલરી જપ્ત કરી હતી. આ ઉપરાંત 5 બેન્ક લોકર્સ પણ સીઝ કરાયા હતા.


ફોરેન ફન્ડિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રાન્ઝેકશનની પણ વિગતો ચકાસવામાં આવી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સહજાનંદ ગ્રુપે ખર્ચા બતાવવા રોકડ બેન્કર્સ સહિતના ડોકટરોને ડાયવર્ડ કરવામાં આવતી હતી. આ ઇશ્યુ પર ડોકટરો સામે પણ આવનારા સમયમાં તપાસ શરૂ થઈ શકે છે. ધંધો વધાર માટે સ્ટેન્ટની સાથે અમુક રકમ રોકડમાં સામેથી આપવામા આવતી હતી. આ રૂપિયા કયા કયા ડોકટરો પાસે ગયા તેની પણ અધિકારીઓ મેળવી રહ્યા છે.


FAIUનું પહેલા સર્ચ વિશે એક્સપર્ટ શું કહે છે?


સી.એ. ડેનિશ ચોકસી કહે છે, આ યુનિટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, ફન્ડિંગ સહિતના ઇશ્યુ જુએ છે તથા લોકલ સર્ચ પણ કરે છે. તે વિદેશમાં પણ સર્ચ કરી શકે છે. જે હાલની ઇન્વેસ્ટિગેશન વિંગનો જ એક ભાગ છે. આ વિંગ લોકલ સર્ચ કરી શકે છે જ્યારે FAIU ફોરેનની સાથે લોકલ સર્ચ પણ કરે છે.




0 Response to "બેન્કર્સ ગ્રુપ સહિતના દરોડામાં 250 કરોડના વ્યવહારો મળ્યા, 10 કરોડની રોકડ-જ્વેલરી જપ્ત, 5 લોકર સીઝ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel