હેલિપેડ પર લેન્ડિંગ વખતે જમીન સાથે અથડાયું, બાદમાં 270 ડિગ્રી સુધી ફરી ગયું; સારું છે કે કોઈ નુકસાન ન થયું
હેલિપેડ પર લેન્ડિંગ વખતે જમીન સાથે અથડાયું, બાદમાં 270 ડિગ્રી સુધી ફરી ગયું; સારું છે કે કોઈ નુકસાન ન થયું
કેદારનાથ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટતાં સહેજવારમાં રહી ગઈ. થમ્બી એવિએશનનું એક હેલિકોપ્ટર કેદારનાથ પર બનેલા હેલિપેડ પર લેન્ડ કરી રહ્યું હતું. આ દરમિયાન ત્યાં જમીન સાથે અથડાઈને તે ફરી ગયું. એટલું સારું છે કે આ અકસ્માતમાં કોઈ મોટું નુકસાન ન થયું.
DGCAએ જણાવ્યું કે ઘટના 31 મેની છે. હેલિકોપ્ટર જ્યારે લેન્ડ કરી રહ્યું હતું, ત્યારે તે જમીન સાથે અથડાયું હતું. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે જમીન સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર 270 ડિગ્રી ફરી ગયું હતું અને ખતરનાક રીતે લેન્ડ થયું. DGCAએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને પાઇલટને પણ સાવધાની રાખવાનું કહ્યું છે.
DGCAએ કહ્યું- વાતાવરણ ખરાબ હોય તો લેન્ડિંગ કેન્સલ કરો
DGCAએ એક એડવાયઝરી પણ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેદારનાથ હેલિપેડ પર લેન્ડિંગ સમયે પાઇલટ ખાસ સાવધાની રાખે. ટેલવિંડ નક્કી કરેલા પ્રમાણથી વધુ હોય તો તેમને તમામ પ્રકારની સાવધાની રાખવી જરૂરી છે. આ સ્થિતિમાં લેન્ડિંગને કેન્સલ કરીને બેઝ પર પાછા ફરવું જ હિતાવહ છે.
રવિવારે જ ચારધામ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની બસ પલટી, 26નાં મોત
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે સાંજે મધ્યપ્રદેશ નજીક 30 તીર્થયાત્રિકોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. દુર્ઘટનામાં 26 લોકોનાં મોત નિપજ્યા હતા. તમામ યાત્રી ચારધામ યાત્રા પર જઈ રહ્યાં હતા. 25 મૃતક મધ્યપ્રદેશના રહેવાસી હતા.
0 Response to "હેલિપેડ પર લેન્ડિંગ વખતે જમીન સાથે અથડાયું, બાદમાં 270 ડિગ્રી સુધી ફરી ગયું; સારું છે કે કોઈ નુકસાન ન થયું"
ટિપ્પણી પોસ્ટ કરો