-->
વડોદરા ગેસ લિ. દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ.3.45નો વધારો કરાયો

વડોદરા ગેસ લિ. દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ.3.45નો વધારો કરાયો

 

વડોદરા ગેસ લિ. દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ.3.45નો વધારો કરાયો




વડોદરા ગેસ લિ. દ્વારા વડોદરા શહેરમાં પાઇપ્ડ ગેસ પુરો પાડવામાં આવે છે. વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ગેસના ભાવમાં રૂ.3.45 નો વધારો કરવામાં આવ્યાની જાહેરાત કરી છે. જેને કારણે મોંઘવારીનો માર વેઠી રહેલા લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે.

વડોદરા ગેસ લિ. શહેરમાં 2.05 લાખથી વધુ ઘરોમાં પાઇપ્ડ ગેસ પુરો પાડે છે. હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસની બેઝીક ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેની અસરના ભાગરૂપે વડોદરા ગેસ લિ. દ્વારા રૂ.3.45 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ઘરગથ્થુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો હાલનો ભાવ રૂ.43.70 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા. હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ.47.15 ચુકવવા પડશે. આ નવો ભાવ વધારો 01 જૂનથી લાગુ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની અન્ય એજન્સીઓની સરખામણી હજુ પણ વડોદરા ગેસ કંપનીનો ભાવ ઓછો છે. આમ ગણતરીના દિવસોમાં સતત ચોથી વખત વડોદરા ગેસ કંપની દ્વારા ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા છે.


0 Response to "વડોદરા ગેસ લિ. દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ.3.45નો વધારો કરાયો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel