દ.આફ્રિકાએ 4 વિકેટથી ભારતને હરાવ્યું, ક્લાસેનની 81 રનની ક્લાસિક ઈનિંગ; સિરીઝમાં 2-0થી આગળ
દ.આફ્રિકાએ 4 વિકેટથી ભારતને હરાવ્યું, ક્લાસેનની 81 રનની ક્લાસિક ઈનિંગ; સિરીઝમાં 2-0થી આગળ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં SAને જીતવા માટે 149 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ દરમિયાન આફ્રિકન ટીમે 10 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી છે. તેવામાં હવે 5 મેચની આ સિરીઝમાં દ.આફ્રિકા 2-0થી આગળ છે.
સ્કોર ચેઝ દરમિયાન SAના બેટર હેનરિક ક્લાસેને 46 બોલમાં 81 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જ્યારે ભારતીય ટીમના અનુભવી પેસર ભુવનેશ્વર કુમારે 4 વિકેટ લઈ મેચ જીવંત રાખી હતી.
- દક્ષિણ આફ્રિકા તરફથી એનરિક નોર્ત્યાએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
- દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો.
- યુઝવેન્દ્ર ચહલ 4 ઓવરમાં 49 રન આપી સૌથી મોંઘો બોલર રહ્યો હતો.
- ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન સૌથી સારુ રહ્યું હતું. તેણે 4 ઓવરમાં 13 રન આપી 4 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.
- ભુવીએ 4 ઓવરના સ્પેલમાં 17 ડોટ બોલ ફેંક્યા હતા અને માત્ર 2 ચોગ્ગા જ ખાધા હતા.
બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રિષભ પંતનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહોતું. તેણે 7 બોલમાં 5 રન જ કર્યા હતા. જ્યારે કેશવ મહારાજે તેની વિકેટ લીધી હતી. પંત ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર શોટ મારવા ગયો અને ડીપ પોઈન્ટ પર કેચઆઉટ થયો હતો. પંતના આઉટ થયા પછી બેટિંગ કરવા આવેલો હાર્દિક પંડ્યા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને તે 9 રન કરીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
ઉમરાનને ફરીથી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું
ઉમરાન મલિકને બીજી ટી20માં પણ તક મળી નથી. પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા પછી એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ઉમરાનને બીજી મેચમાં તક મળી શકે છે, પરંતુ તેમ થયું નહીં. ભારતીય ટીમે એ જ ખેલાડીઓને તક આપી છે જેઓ પ્રથમ મેચમાં ટીમનો ભાગ હતા.
આફ્રિકાનું પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન
સીરિઝની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કરતા ભારતીય ટીમને 7 વિકેટથી હરાવી દીધી હતી. બંને ટીમો વચ્ચે આ મેદાન પર પહેલા પણ ટક્કર થઈ ચૂકી છે. 2015માં આ બંને ટીમોએ એકમાત્ર T20 મેચ રમી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી હારનો સામનો કર્યો હતો. હવે લગભગ 7 વર્ષ પછી બંને ટીમો સામ-સામે આવશે.
શનિવારે ભારતીય ટીમના કેપ્ટન રિષભ પંત અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ નેટ્સમાં જોરદાર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં આ સેશનને જોવા માટે હજારોની સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.
પિચ રિપોર્ટ- પ્રિમેચ અપડેટ્સ
કટકની પીચ બોલરોને મદદ કરી શકે છે. ખાસ કરીને અહીં સ્પિન બોલરોનો દબદબો રહેશે અને તેમને ટર્ન પણ મળશે. આ મેદાનમાં યુઝવેન્દ્ર ચહલે ભારતની છેલ્લી T20 મેચમાં શ્રીલંકા સામે 4 વિકેટ ઝડપી હતી. પ્રથમ મેચમાં બંને ટીમોના બેટરે ઘણો સ્કોર કર્યો હતો, પરંતુ આજની મેચમાં તેમની કસોટી થઈ શકે છે. ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ મેદાન પર સૌથી સફળ બોલર રહ્યો છે. ચહલે આ મેદાન પર 4 વિકેટ લીધી છે. આ સાથે જ હાર્દિક પંડ્યાના નામે 3 વિકેટ છે.
ભારતીય ટીમની પ્લેઇંગ-11
- IND: ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, રિષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ
- SA: તેમ્બા બઉમા, રીઝા હેન્ડ્રિક્સ, રાસી વાન ડેર ડૂસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ડ્વેન પ્રિટોરિયસ, વેન પાર્નેલ, કગિસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ત્યા, તબરેઝ શમ્સી

.webp)

0 Response to "દ.આફ્રિકાએ 4 વિકેટથી ભારતને હરાવ્યું, ક્લાસેનની 81 રનની ક્લાસિક ઈનિંગ; સિરીઝમાં 2-0થી આગળ"
ટિપ્પણી પોસ્ટ કરો