BCCIની પૂર્વ ક્રિકેટરો પર ધનવર્ષા ચોમાસા પૂર્વે વડોદરાના 34 પૂર્વ ક્રિકેટરોનાં પેન્શન બમણાં થઇ ગયાં; વધુ મેચ રમનારને 40થી 50% વધારો
BCCIની પૂર્વ ક્રિકેટરો પર ધનવર્ષા ચોમાસા પૂર્વે વડોદરાના 34 પૂર્વ ક્રિકેટરોનાં પેન્શન બમણાં થઇ ગયાં; વધુ મેચ રમનારને 40થી 50% વધારો
ચોમાસા પૂર્વે બીસીસીઆઇએ પૂર્વ ક્રિકેટરો પર ધનવર્ષા કરી છે. વડોદરાના 34 પૂર્વ ક્રિકેટરોને બીસીસીઆઇ તરફથી મળતા પેન્શનની રકમને બેવડી કરી દેવાઈ છે, જેના પગલે ક્રિકેટ આલમમાં ખુશીની લહેર વ્યાપી છે. જોકે ઓછી પ્રથમ કક્ષાની મેચ રમનારા પૂર્વ ક્રિકેટરોની રકમ બેવડી થઇ છે, જ્યારે વધુ મેચ રમનારા પૂર્વ ક્રિકેટરોના પેન્શનમાં હાલ મળતાં પેન્શનની તુલનામાં 40થી 50 ટકા વધારે પેન્શન મળશે.
ક્રિકેટરોને હવે બેવડી રકમ પેન્શન પેટે મળશે. જેથી હવે 15 હજાર પેન્શન મેળવનારને 30 હજાર, રૂા.22,500 વાળાને રૂા.45000, રૂા.30 હજારવાળાને રૂા.52,500, રૂા.37,500 વાળાને રૂા.60 હજાર અને રૂા.50 હજારવાળાને રૂા.70 હજાર મળશે. આ 34 ક્રિકેટરોમાં અંશુમાન ગાયકવાડ, દત્તાજીરાવ ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગિયા, નારાયણ સાઠમ, રવિ દેશમુખ, અતુલ બેદાડે, તુષાર અરોઠે, જેકોબ માર્ટિન, કોનોર વિલિયમ્સ, દશરથ પરદેશી, સત્યજીત પરબ, વાલ્મીક બૂચ, અજીત ભોઈટે, હિમાંશુ જાધવ, સુખબીરસિંગ, સંજય હજારે અને વિક્રમ હજારે, વિનીત વાડકર, કેદાર ચવાણ, રાકેશ પરીખ, મુકેશ નરૂલા, રશીદ પટેલ અન મહેંદી શેખનો સમાવેશ થાય છે.
2003 પહેલાં 25 રણજી રમનારને પેન્શન મળે છે
.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પૂર્વ ક્રિકેટરો માટે પેન્શન માટેની યોજના શરૂ કર્યા બાદ અનેક ક્રિકેટરોને મોટો આર્થિક ફાયદો થયો છે. 2003 પહેલાં ઓછામાં ઓછી 25 રણજી ટ્રોફી મેચ રમેલા પ્રથમ કક્ષાના પૂર્વ ક્રિકેટરોને પેન્શન આપવાનો નિર્ણય બોર્ડ દ્વારા કરાયો હતો. ત્યારબાદ બીસીસીઆઈ દ્વારા પ્રથવાર પેન્શનરોની રકમમાં વધારો કરાયો છે.
BCAએ અગાઉ 7.5 કરોડ આપ્યા હતા
બીસીએનાં 75 વર્ષ થતાં તમામ પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટરોને મોટી રકમ અપાઈ હતી. બીસીએ દ્વારા 7.5 કરોડની વહેંચણી કરાઇ હતી. તે સમયે ચિરાયુ અમીન બીસીએના પ્રમુખ અને સંજય પટેલ સેક્રેટરી હતા અને તમામ સભ્યોને ચાંદીના સિક્કા અપાયા હતા.
0 Response to "BCCIની પૂર્વ ક્રિકેટરો પર ધનવર્ષા ચોમાસા પૂર્વે વડોદરાના 34 પૂર્વ ક્રિકેટરોનાં પેન્શન બમણાં થઇ ગયાં; વધુ મેચ રમનારને 40થી 50% વધારો"
ટિપ્પણી પોસ્ટ કરો