-->
ચારધામ યાત્રા માં રજિસ્ટ્રેશન વગર ગયેલા ભક્તો બુકિંગ છતાં અટવાયા, હરિદ્વારના આશ્રમો પગ મુકવાની જગ્યા નથી

ચારધામ યાત્રા માં રજિસ્ટ્રેશન વગર ગયેલા ભક્તો બુકિંગ છતાં અટવાયા, હરિદ્વારના આશ્રમો પગ મુકવાની જગ્યા નથી

 

ચારધામ યાત્રા માં રજિસ્ટ્રેશન વગર ગયેલા ભક્તો બુકિંગ છતાં અટવાયા, હરિદ્વારના આશ્રમો પગ મુકવાની જગ્યા નથી



વડોદરાથી યાત્રીઓને લઇ ગયેલા રાજમહેલ રોડના પૂર્વ કાઉન્સિલર નિતિન પટેલનું કહેવું છે કે,ગુજરાતના યાત્રીઓએ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવવું ફાયદાકારક રહેશે.તે વખતે કોઇ ભીડ નહિં હોય.


યાત્રા શરૂ કરવામાં આવી હતી અને સરકારે તા.૪થીએ ફરજિયાત રજિસ્ટ્રેશનની જાહેરાત કરી છે. જેથી અગાઉથી ટ્રેન,પ્લેન અને રૃમોનું બુકિંગ કરાવનારા અનેક ભક્તો અટવાયા છે.


મોટાભાગના ભક્તો રજિસ્ટ્રેશન વગર યાત્રા શરૃ કરી દેતા હોય છે. પરંતુ કેટલાક પોલીસ ચેકિંગમાં પકડાતા હોય છે અને તેમને બુકિંગ કરાવ્યું હોવા છતાં રજિસ્ટ્રેશન વગર અટવાઇ જવું પડે છે. જેથી યાત્રીઓએ બુકિંગની સાથે રજિસ્ટ્રેશનની ડેટ પણ નક્કી કરવી જોઇએ.




હેલિકોપ્ટરના બુકિંગના નામે ભક્તો સાથે ઓનલાઇન ઠગાઇ
હેલિકોપ્ટરના બુકિંગના નામે અનેક ભક્તો સાથે ઓનલાઇન ઠગાઇ કરવામાં આવી રહી છે. ચાર ધામના નામ જેવી જ સાઇટ મૂકીને હેલિકોપ્ટરના બુકિંગ માટે ઓફર કરીને ભક્તો પાસે ઓનલાઇન પેમેન્ટ લઇને છેતરપિંડી કરવામાં આવી રહી હોવાના અનેક કિસ્સા ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યા છે. અમદાવાદના એક ભક્તે ગ્રુપ બુકિંગમાં રૂ.૨.૮૭ લાખ ગુમાવ્યા હોવાની પણ વિગતો જાણવા મળી છે.





0 Response to "ચારધામ યાત્રા માં રજિસ્ટ્રેશન વગર ગયેલા ભક્તો બુકિંગ છતાં અટવાયા, હરિદ્વારના આશ્રમો પગ મુકવાની જગ્યા નથી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel