વૃદ્ધને ચારેય પગે ખૂંદી નાખ્યાં જામનગરના ચાંદીબજારમાં ગાયે વૃદ્ધને શિંગડે ચડાવ્યા, જીવ ન ગયો ત્યાં સુધી પગથી રગદોળ્યાં
વૃદ્ધને ચારેય પગે ખૂંદી નાખ્યાં જામનગરના ચાંદીબજારમાં ગાયે વૃદ્ધને શિંગડે ચડાવ્યા, જીવ ન ગયો ત્યાં સુધી પગથી રગદોળ્યાં
ઢોરનો ત્રાસ વધ્યો, પાલિકા નિદ્રામાં
જામનગર શહેરના રાજમાર્ગો પર ઢોરનું રાજ અકબંધ છે. મહાપાલિકાને જાણે તેઓ ગણકારતા જ ન હોય તેમ તમામ માર્ગો પર તેઓ પોતાની હાજરી નોંધાવે છે અને બેફામ બનીને લોકોને હડફેટે લઈ તેમનાં હાડકાં ભાંગે છે અને ઘણીવાર તો જીવ પણ લે છે છતાં પણ મહાપાલિકાને આની કોઈ ગંભીરતા નથી. આવો જ એક કિસ્સો ચાંદી હજારથી સામે આવ્યો છે. જેમાં હળાયા ઢોરે વૃદ્ધનો જીવ લીધો છે.
સારવાર મળે તે પૂર્વે વૃદ્ધનું મોત
જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતા ભરતભાઇ જેઠાલાલ બોસમીયાને ઘર નજીક જ રખડતા ઢોરે ઢીંકે ચડાવ્યા હતા. જેમને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાય તે પૂર્વે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકી પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.
અન્ય એકાદ-બે વ્યક્તિ પણ ઢોરની ઝપટે ચડ્યા
શહેરના ચાંદી બજાર નજીકના વિસ્તારમાં રસ્તે રખડતા ચાર-પાંચ ઢોરના ટોળાએ રવિવારે સાંજે આતંક મચાવતા ભોગગ્રસ્ત વૃદ્ધ ઉપરાંત અન્ય 1-2 વ્યક્તિને પણ ઝપટમાં લઈ ઈજા ઓ પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.
તંત્ર કયારે જાગશે ?
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં લગભગ તમામ મુખ્ય માર્ગો ઉપરાંત નાની મોટી ગલીઓમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરના ત્રાસે માઝા મુકી છે. જેના પગલે સામાન્ય અકસ્માતના બનાવો રોજીંદા બન્યા છે. છેલ્લા અમુક સમયગાળા દરમિયાન જ રખડતા ઢોરના કારણે અડધો ડઝન જેટલી માનવી જીંદગી હોમાઇ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે તંત્રવાહકો કયારે જાગશે? આવા ઢોરમાલિકો સામે ફોજદારી પગલા ભરશે?કે કેમ એવા આક્રોશ સાથે શહેરીજનોમાં રોષની લાગણી વ્યાપી છે.

0 Response to "વૃદ્ધને ચારેય પગે ખૂંદી નાખ્યાં જામનગરના ચાંદીબજારમાં ગાયે વૃદ્ધને શિંગડે ચડાવ્યા, જીવ ન ગયો ત્યાં સુધી પગથી રગદોળ્યાં"
ટિપ્પણી પોસ્ટ કરો