ઉપલેટામાં અચાનક કારમાં આગ ભભૂકી, ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડ્યો, કોઇ જાનહાની નહીં
ઉપલેટામાં અચાનક કારમાં આગ ભભૂકી, ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડ્યો, કોઇ જાનહાની નહીં
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અલ્ટો કારમાં અચાનક આગ લાગી હતી. જો કે સમયચુકતા વાપરી કારમાં સવાર ચાલક નીચે ઉતરી ગયા હતાં. જેથી જાનહાની ટળી હતી. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ આગને પગલે કોઈ જાનહાની થયાની વિગતો સામે આવી નથી.
આગે થોડી વારમાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું
કારમાં આગ લાગવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. ત્યારે ઉપલેટામાં કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. અને થોડી વારમાં કારમાં ધડાકાભેર આગ લાગી હતી. સામાન્ય લાગેલી આગે થોડી વારમાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. કારમાં આગ લાગતાં ભારે અફરા-તરફી મચી જવા પામી હતી અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આગ લાગ્યાનું કારણ અકબંધ
આગ લાગવાની ઘટના અંગે જાણ થતા તુરંત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. નોંધનીય છે કે, કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.જોકે, પાણીનો મારો ચલાવી આગ બુજાવવામાં આવે તે પહેલા કાર સળગીને ખાખ થઇ ગઇ હતી. પરંતુ આગ વકરે એ પહેલા ફાયર બ્રિગેડની ટીમે તેને કાબુમાં લીધી હતી. હાલ આગ ક્યા કારણોસર લાગી તે હજુ જાણવા નથી મળ્યું.

0 Response to "ઉપલેટામાં અચાનક કારમાં આગ ભભૂકી, ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડ્યો, કોઇ જાનહાની નહીં"
ટિપ્પણી પોસ્ટ કરો