આમ્રપાલી અન્ડરબ્રિજ, કિસાનપરા અને આઝાદ ચોકમાં ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા
આમ્રપાલી અન્ડરબ્રિજ, કિસાનપરા અને આઝાદ ચોકમાં ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ સુધી પહોંચ્યો છે. શહેરના રૈયા રોડ પર આઝાદ ચોકમાં રસ્તા પર ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોટાડવામાં આવ્યા છે. આ ઉપરાંત કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડરબ્રિજમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર ગત મોડી રાત્રે લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટરમાં નૂપુર શર્માના ફોટો પર ફૂટ પ્રિન્ટ પણ જોવા મળી રહી છે.
ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ
ગત મોડી રાતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું અનુમાન છે. રસ્તા પર પોસ્ટર ચોટાડતા રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત મુકવો જરૂરી હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. આ અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે, પોલીસે રસ્તા પર લગાવેલા પોસ્ટર ઉખાડવા કામગીરી શરૂ કરી છે. જોકે, હજુ આ વિસ્તારમાં કોઇ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો નથી.
ગઇકાલે અમદાવાદ અને વડોદરામાં પોસ્ટર લગાડ્યા હતા
ભાજપના નેતા નૂપુર શર્માએ મોહમંદ પયગંબર પર કરેલ ટિપ્પણી મામલે દેશભરમાં વિવાદ થયો છે. ગઈકાલે વડોદરા તથા અમદાવાદમાં લોકોએ રસ્તા પર પોસ્ટર્સ લઈને ઉતર્યા હતા. ત્યારે હવે વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં નૂપુર શર્માના વિરોધ સાથે રોડ પર પોસ્ટર લાગ્યા હતા. રોડ પર લાગેલા પોસ્ટરમાં નૂપુર શર્માના મોઢા પર ચોકડી પણ મારી છે. બીજી તરફ સુરતમાં હિન્દુ સંગઠનો અને બહ્મ સમાજ દ્વારા નૂપુર શર્માને સમર્થન મળી રહ્યું છે.

0 Response to "આમ્રપાલી અન્ડરબ્રિજ, કિસાનપરા અને આઝાદ ચોકમાં ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો