શહેરભરમાં વરસાદ, વાવાઝોડામાં વૃક્ષો પડી જતા અટકાવવા તંત્ર દ્વારા ટ્રિમિંગની કામગીરી હાથ ધરાઈ
શહેરભરમાં વરસાદ, વાવાઝોડામાં વૃક્ષો પડી જતા અટકાવવા તંત્ર દ્વારા ટ્રિમિંગની કામગીરી હાથ ધરાઈ
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા શહેરભરમાં વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રિ-મોન્સુન એક્શન પ્લાન હેઠળ ઘટાટોપ વૃક્ષોની ડાળીઓ તોડીને તેનું વજન ઓછું કરવામાં આવી રહ્યું છે. ચોમાસામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સ્થિતિમાં વૃક્ષો પડી ન જાય અને જાનમાલનું નુકશાન અટકે, ટ્રાફિકજામની સમસ્યા ન સર્જાય અને વૃક્ષોનું જતન થાય તે માટે બગીચા ખાતા દ્વારા આ કામગીરી હાથ ધરાઇ છે.
પૂર્વ અમદાવાદમાં દર ચોમાસામાં હજારોની સંખ્યામાં વૃક્ષો જળમુળથી ઉખડી જાય છે. વરસાદમાં રોડ પર પડેલું વૃક્ષ રોડ બંધ કરી દે છે, જેના કારણે કલાકો સુધી ટ્રાફિકજામમાં લોકો ફસાય છે. ફાયર બ્રિગેડ આવે અને વૃક્ષોનું કટિંગ કરીને રસ્તો ખુલ્લો કરે ત્યારે રોડ વાહનવ્યવહાર માટે ચાલુ થતો હોય છે.
વૃક્ષ પડયું હોય અને વાહનોનું નુકશાન થયું હોય તેમજ લોકો ઘાયલ થયા હોય તેમજ ગંભીર ઇજાના કારણે તેમનું મોત થયું હોય તેવા કિસ્સાઓ પણ ભૂતકાળમાં શહેરમાં અનેક વિસ્તારોમાં બની ચૂક્યા છે. વાસણા ખાતે એએમટીએસની ચાલુ બસ પર વર્ષો જુનું ઝાડ પડતા બસને ભારે નુકશાન થયું હતું અને મુસાફરો પણ સામાન્ય ઇજા પામ્યા હોવાનો બનાવ ગત વર્ષોમાં જ બની ગયો છે.
વિક્ટોરિયા ગાર્ડન પાસે વૃક્ષ પડવાથી બાઇક સવાર બે લોકોના પણ મોત થયાનો કિસ્સો બની ચુક્યો છે. પૂર્વમાં તમામ વોર્ડમાં દર વર્ષે વૃક્ષો પડી જાય છે. આ અંગે બગીચા ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં શહેરના દરેક ઝોનમાં વૃક્ષોના જતનની કામગીરી હાથ ધરાઇ છે.
વર્ષો જુના હોય, ઘટાટોપ હોય, ડાળીઓ ચારેબાજુ ફુલીફાલી હોય, સ્ટ્રીટલાઇટનો પ્રકાશ અવરોધાતો હોય અને જોખમી અવસ્થામાં હોય તેવા વૃક્ષોને ચોમાસામાં વરસાદ, વાવાઝોડામાં પડી જતા અટકાવવા માટે હાલમાં આ વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂર્વમાં જશોદાનગર ખાતે હાલમાં આ કામગીરી ચાલી રહી છે. નરોડાથી નારોલના પટ્ટામાં હાલમાં મ્યુનિ.ટીમો જોખમી વૃક્ષોનો સર્વે કરીને ટ્રેક્ટર , મજુરો સાથે જેતે વિસ્તારમાં જઇને કામગીરી કરી રહ્યા છે.
.jpg)
0 Response to "શહેરભરમાં વરસાદ, વાવાઝોડામાં વૃક્ષો પડી જતા અટકાવવા તંત્ર દ્વારા ટ્રિમિંગની કામગીરી હાથ ધરાઈ"
ટિપ્પણી પોસ્ટ કરો