-->
વડાપ્રધાન મોદીના સૂચિત કાર્યક્રમ સંદર્ભે સ્થળ મુલાકાત કરતા મુખ્ય સચિવપંકજ કુમાર, આવશ્યક દિશા દર્શન કર્યું

વડાપ્રધાન મોદીના સૂચિત કાર્યક્રમ સંદર્ભે સ્થળ મુલાકાત કરતા મુખ્ય સચિવપંકજ કુમાર, આવશ્યક દિશા દર્શન કર્યું

 

વડાપ્રધાન મોદીના સૂચિત કાર્યક્રમ સંદર્ભે સ્થળ મુલાકાત કરતા મુખ્ય સચિવપંકજ કુમાર, આવશ્યક દિશા દર્શન કર્યું





વડોદરા શહેરમાં આગામી તા. 18મીના રોજ યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચિત કાર્યક્રમના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને મુખ્ય સચિવ પંકજ કુમારે સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી. જ્યાં અગ્ર સચિવ સુશ્રી સોનલ મિશ્રા અને કલેક્ટર અતુલ ગોરે આયોજનની માહિતી આપી હતી.

લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ નારી શક્તિ સંમેલન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અહીં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ નારી શક્તિ સંમેલન યોજવાનું છે. જેમાં મધ્ય ગુજરાતીની નારી શક્તિ સહભાગી બનવાની છે. ખાસ કરીને સરકારની વિવિધ યોજનાના લાભ મળવાથી પગભર થનારી નારીઓ સાથે સંવાદનું પણ આયોજન છે.

સભાસ્થળની મુલાકાત લઈ તૈયારીઓ નિહાળી
સૂચિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન ઉક્ત દિવસે સર્વ પ્રથમ ગુજરાતની પૂર્વ પટ્ટીની રક્ષક દેવી એવી મહાકાળી માતાજીના દર્શન કરી વડોદરા આવશે અને એરપોર્ટથી રોડ શો કરી જનશક્તિનું અભિવાદન જીલશે. પંકજ કુમારે સભાસ્થળની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી તૈયારીઓ નિહાળી હતી. તે બાદ અધિકારીઓ સાથે બેઠક કરી આવશ્યક સૂચનો કર્યા હતા. આ વેળાએ પોલીસ કમિશનર શમશેર સિંઘ, મ્યુનિસિપલ કમિશનર સુશ્રી શાલિની અગ્રવાલ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



0 Response to "વડાપ્રધાન મોદીના સૂચિત કાર્યક્રમ સંદર્ભે સ્થળ મુલાકાત કરતા મુખ્ય સચિવપંકજ કુમાર, આવશ્યક દિશા દર્શન કર્યું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel