જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ, માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી સહિતની જણસ પલળી
જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ, માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી સહિતની જણસ પલળી
ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન
જામનગર જિલ્લાના જામજોધપુરમાં આજે બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જામજોધપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા માર્કેટીંગ યાર્ડમાં દોડધામ મચી હતી. યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસને સલામત સ્થળે ખસેડવા વેપારીઓ અને મજૂરો કામે લાગ્યા હતા. જો કે, તેમ છતાં ધોધમાર વરસેલા વરસાદના કારણે મોટી સંખ્યામાં મગફળી સહિતનો ખેત પેદાશો પલળી હતી. મગફલીની તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આગાહી હતી તો પણ ખુલ્લામાં માલ રખાયો
સામાન્ય રીતે હવામાન વિભાગની આગાહી હોય તો માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતોને તેઓની ખેતપેદાશો લાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલા માલને પણ સલામત સ્થળે ખસેડી દેવામાં આવતો હોય છે. હાલ પણ વરસાદની આગાહી હોવા છતા જામજોધપુર યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી સહિતની ખેતપેદાશો ખુલ્લામાં પડી હોવાથી સવાલો ઉઠ્યા છે.
0 Response to "જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ, માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી સહિતની જણસ પલળી"
ટિપ્પણી પોસ્ટ કરો