સુરતના સરથાણા પોલીસ સ્ટેશનને રહેણાંક વિસ્તારમાં ખસેડવાના વિરોધ બાદ વ્રજ ચોક પાસે જગ્યા ફાળવાઈ
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનને રહેણાંક વિસ્તારમાં ખસેડવાના વિરોધ બાદ વ્રજ ચોક પાસે જગ્યા ફાળવાઈ
સરથાણા વિસ્તારની અંદર નીલકંઠ હાઇટ્સ નજીક સરથાણા પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલન કરીને આ જગ્યા ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.પરંતુ સ્થાનિક લોકોને જ્યારે જાણ થઈ કે, સરથાણા પોલીસ સ્ટેશન અહીં બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેમના દ્વારા ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા સતત સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટર સાંસદોને રજૂઆત કરીને સરથાણા પોલીસ સ્ટેશન અન્ય જગ્યાઓ પર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
નિર્ણય મોકૂફ રખાયો
નીલકંઠ હાઇટ્સના રહીશો દ્વારા કહેવામાં આવ્યું હતું કે શાંતિકુંજ બગીચાની જગ્યાએ અચાનક પોલીસ સ્ટેશન આવતાં વિરોધ કરવામાં આવ્યો હતો. ઘણા દિવસો સુધી સતત ધારણા કરવામાં આવ્યા બાદ સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને આખરે સરથાણા પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય મોકૂફ રાખીને વ્રજ ચોક ખાતે સરથાણા પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય આજની સ્થાયી સમિતિમાં કરવામાં આવ્યો છે.
રજૂઆતો કરાઈ હતી
સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, અગાઉ સરથાણા પોલીસ સ્ટેશન બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી. તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોની માંગ હતી કે નીલકંઠ હાઈટ્સના લોકો દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ તેમની વાતને ગ્રાહ્ય રાખીને વ્રજ ચોક પાસે સરથાણા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. પોલીસ સ્ટેશન માટે 1436 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા અમારા ધારાસભ્ય તેમજ સાંસદને રજૂઆત કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરીને આ નિર્ણય કરવામાં
0 Response to "સુરતના સરથાણા પોલીસ સ્ટેશનને રહેણાંક વિસ્તારમાં ખસેડવાના વિરોધ બાદ વ્રજ ચોક પાસે જગ્યા ફાળવાઈ"
ટિપ્પણી પોસ્ટ કરો