-->
ઇસરોમાં મહત્ત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે, આદિવાસીઓને પાણી પહોંચાડવાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

ઇસરોમાં મહત્ત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે, આદિવાસીઓને પાણી પહોંચાડવાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

 

PM મોદી 10 જૂને ફરી ગુજરાતની મુલાકાતે: ઇસરોમાં મહત્ત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે, આદિવાસીઓને પાણી પહોંચાડવાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે




વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યો છે. 12 દિવસ બાદ ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે. તેઓ અમદાવાદ અને નવસારીના ચિખલીની મુલાકાત લેશે.


ગત 28મી મેના રોજ મોદીએ રાજકોટના આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું તેમજ ગાંધીનગરમાં સહકાર સંમેલનને સંબોધન કર્યું હતું. હવે 10મી જૂને તેઓ ફરી એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દિવસે તેઓ અમદાવાદ ખાતે ઇસરોની મુલાકાત લેશે. ઇસરોમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે.


આ ઉપરાંત તેઓ નવસારીના ચિખલીમાં આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેના 850 કરોડના ખર્ચે તૈયાર થયેલા એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પાણી લિફ્ટ કરીને આદિવાસી ડુંગરાળ વિસ્તારોને પાણી પહોંચાડવા માટેનો આ મહત્વનો પ્રોજેક્ટ છે. વડાપ્રધાન મોદી અહીં જાહેર સભાને સંબોધન પણ કરશે.




0 Response to "ઇસરોમાં મહત્ત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે, આદિવાસીઓને પાણી પહોંચાડવાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel