પોરબંદરમાં લમ્પિ વાયરસની એન્ટ્રી, બે પશુઓના મોત થતાં લોકોમાં ગભરાહટ
પોરબંદરમાં લમ્પિ વાયરસની એન્ટ્રી, બે પશુઓના મોત થતાં લોકોમાં ગભરાહટ
પોરબંદરમાં લમ્પિ વાયરસની એન્ટ્રીથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આને પગલે જૂનાગઢ પશુપાલન વિભાગની ટીમ પોરબંદર દોડી આવી છે,
ગુજરાતના પશુઓ પર આફત આવી શકે છે, આ વાતને પુરવાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરમાં અત્યારે એક ઘાતક વાયરલ જેનુ નામ લમ્પિ કહેવામાં આવી રહ્યુ છે, તેની એન્ટ્રી થઇ ચૂકી છે. માહિતી પ્રમાણે પોરબંદરમાં એક ખુંટીયો તથા એક ગાયનું શંકાસ્પદ મોત થયુ છે, જેના મોત પાછળ લમ્પિ હોવાનુ મનાઇ રહ્યું છે.
પોરબંદરમાં લમ્પિ વાયરસની એન્ટ્રીથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આને પગલે જૂનાગઢ પશુપાલન વિભાગની ટીમ પોરબંદર દોડી આવી છે, અને તેમને મૃત પશુઓના સેમ્પલ લેવાનુ શરૂ કરી દીધુ છે. લમ્પિના ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોરબંદરમાં ખાતે આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
0 Response to "પોરબંદરમાં લમ્પિ વાયરસની એન્ટ્રી, બે પશુઓના મોત થતાં લોકોમાં ગભરાહટ"
ટિપ્પણી પોસ્ટ કરો