ભરતસિંહ સોલંકીની પ્રેસ-કોન્ફરન્સ રેશમાને મારી મિલકત શોધવામાં રસ હતો, તેણે દોરા ધાગા કર્યાં હતાં, પુછતી કે આ ક્યારે મરશે
ભરતસિંહ સોલંકીની પ્રેસ-કોન્ફરન્સ રેશમાને મારી મિલકત શોધવામાં રસ હતો, તેણે દોરા ધાગા કર્યાં હતાં, પુછતી કે આ ક્યારે મરશે
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ 69 વર્ષીય ભરતસિંહ સોલંકી ફરી એકવાર પત્ની સાથેના વિવાદમાં ચર્ચાનો મુદ્દો બન્યા છે. મંગળવારે રાત્રે ભરતસિંહ સોલંકીને તેમનાં પત્નીએ વિદ્યાનગર ખાતે રહેતી 24 વર્ષીય યુવતીના બંગલામાંથી પકડ્યા હતા. ભરતસિંહનો પીછો કરતી તેમની પત્ની રેશમા પટેલે યુવતીના ઘરે પહોંચી દરવાજો ખખડાવ્યો હતો ત્યારે ભરતસિંહે જાતે જ બરમૂડા અને જર્સીમાં દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાં જ પત્નીએ તેમની ફેંટ પકડી લીધી હતી અને ભારે હોબાળો થયો હતો. આ મુદ્દે હવે તેમણે પત્રકાર પરિષદ કરી છે.
વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે
તેમણે કહ્યું હતું કે, રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજકિય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિ ગત રીતે જે વિવાદો મારી સામે ચાલ્યાં છે. આવા વિવાદો ચૂંટણી આવે ત્યારે જ શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં રામ મંદિરની આખી વાત ના સમજાઈ. રામનું મંદિર બને અને ભરતને ના ગમે! હું વર્ષોથી કહેતો આવ્યો છું.7 મહીનાનનો જવાબ આપવાનો છે.
વાત ને રંગ પણ અલગ આપવામાં આવે છે
અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ. પણ વાત ને રંગ પણ અલગ આપવામાં આવે છે. આ દેશમાં કેટલાય કુટુંબ છે જેમના લગ્નજીવનમાં સમસ્યા સર્જાતી હોય છે. પરિવારમાં સમાધાન ન થાય તો કોર્ટ સુધી મુદ્દો જાય છે. ભરતસિંહના લગ્ન કેવા સંજોગોમાં થયા તે બાબત પણ જાણવી જોઈએ. જ્યાં લગ્ન થયા ના 15 વર્ષ સુધી કોઈ સબંધ ન હોય માત્ર ઔપચારિક સબંધ રહ્યા છે.હું ઇચ્છતો હતો કે આ બાબત ઘરની ઘરમાં રહે.
હવે આ બાબતે કોર્ટ નક્કી કરશે
આ દેશ સ્ત્રી દાક્ષિણ્યનો છે. મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને અહેમદ પટેલે મદદ કરી. મને બરોડાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ આવ્યાં. મેં જેને છુટા છેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું કે હવે ભરત નહીં બચે. મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારૂ શું થશે. તેને મારા રૂપિયા ક્યાં છુપાયેલા છે તે શોધવામાં જ રસ હતો. મારે કોઈ બાળક નથી. મારુ મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી પણ તેમને ધીરજ નહોતી. તેણે દોરા ધાગા કર્યાં અને પુછતી કે આ ક્યારે મરશે.
નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો
જ્યારે મારા જીવન જોખમ આવ્યું તેમાં હું બચી ગયો અને ખબર પડી કે કોઈની સાથે લેવડ દેવડ કરી હોય તો મારે ચુકવવાની આવી હોત. એટલે મેં કહ્યું કે આ મારા કહ્યામાં નથી.તેમને તેમના નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો. મેં ટીકીટ વહેંચી એવાં આક્ષેપ કર્યા. અમિત ચાવડાને પ્રમુખ બનાવ્યા ત્યારથી આ વિવાદ શરૂ થયા હતાં.
0 Response to "ભરતસિંહ સોલંકીની પ્રેસ-કોન્ફરન્સ રેશમાને મારી મિલકત શોધવામાં રસ હતો, તેણે દોરા ધાગા કર્યાં હતાં, પુછતી કે આ ક્યારે મરશે"
ટિપ્પણી પોસ્ટ કરો