-->
દોડતાં ડમ્પરો યમદૂત સમાન ગોવાલીમાં ડમ્પરે આધેડનો ભોગ લીધો, લોકોએ ડ્રાઇવરને ફટકાર્યો, ડમ્પરને પણ સળગાવી દીધું

દોડતાં ડમ્પરો યમદૂત સમાન ગોવાલીમાં ડમ્પરે આધેડનો ભોગ લીધો, લોકોએ ડ્રાઇવરને ફટકાર્યો, ડમ્પરને પણ સળગાવી દીધું

 

દોડતાં ડમ્પરો યમદૂત સમાનગોવાલીમાં ડમ્પરે આધેડનો ભોગ લીધો, લોકોએ ડ્રાઇવરને ફટકાર્યો, ડમ્પરને પણ સળગાવી દીધું








ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ પાસે માતેલા સાંઢની માફક દોડતાં ડમ્પરે ટકકર મારતાં બાઇકચાલકનું મોત થયું છે. અકસ્માત બાદ વિફરેલા લોકોના ટોળાએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી તથા ડ્રાયવરને ઢોર માર માર્યો હતો. બનાવ બાદ ઝઘડીયા અને મુલદ વચ્ચે ટ્રાફિકજામ થઇ ગયો હતો. અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઇ સ્થળ પર દોડી ગયાં હતાં જયાં સ્થાનિક મહિલાઓએ તેમની સમક્ષ બેફામ રીતે દોડતાં ડમ્પરો બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરી હતી. એક તબકકે વાતાવરણ તંગ બની ગયું હતું પણ પોલીસ કાફલાએ ટોળાને વિખેરી દેતાં મામલો થાળે પડયો હતો.


મુલદ ચોકડીથી રાજપીપળાને જોડતા માર્ગને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ફોરલેન કરી દેવામાં આવ્યો છે પણ આ માર્ગ પરથી રેતી તથા અન્ય ખનીજ ભરેલાં ડમ્પરોની અવરજવર વધી જતાં અકસ્માતો થઇ રહયાં છે. આવા જ એક ડમ્પરે ગોવાલી પાસે દુધવાળાને ટકકર મારતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. ગોવાલી ગામમાં રહેતાં 55 વર્ષીય ગોવિંદ સોમાભાઇ પાટણવાડીયા દુધનું વેચાણ કરે છે. આજરોજ સવારના સમયે તેઓ સોસાયટીમાં દુધ આપવા માટે ગયાં હતાં.


તેઓ સોસાયટીમાં દુધ આપી બહાર નીકળતાં હતાં તે સમયે ઝઘડીયા તરફથી આવી રહેલાં ડમ્પરે તેમને ટકકર મારી હતી. ટ્રક નીચે આવી જવાના કારણે ગોવિંદ પાટણવાડીયાનું સ્થળ પર જ મોત નીપજયું હતું. અકસ્માત બાદ મોટી સંખ્યામાં ગામલોકો દોડી આવ્યાં હતાં અને ડમ્પરના ડ્રાયવરને ઝડપી પાડી તેને ઢોર માર માર્યો હતો.


આટલેથી નહિ અટકતાં ટોળાએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી. બનાવના પગલે મુલદ ચોકડીથી ઝઘડીયા સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો. રોષે ભરાયેલાં લોકો પોલીસ કર્મચારીઓ સાથે પણ ઘર્ષણમાં ઉતરી પડયાં હતાં. અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઇ સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમની સમક્ષ ગામની મહિલાઓએ બેફામ રીતે દોડતાં ડમ્પરો બંધ કરાવવામાં આવે તેવી માગણી કરી હતી.






ઝઘડિયા તાલુકામાં રેતી અને ખનીજોની લીઝો હોવાથી રોજના હજારો ડમ્પરોની અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને ફોર લેન રસ્તો બન્યાં બાદ ડમ્પરના ડ્રાયવરો બેફામ રીતે તેમના વાહનો ચલાવી રહયાં છે. ગોવાલીમાં અકસ્માત બાદ ડીવાયએસપી ચિરાગ દેસાઇ સ્થળ પર દોડી ગયાં હતાં. ગામની મહિલાઓએ પોલીસ વિભાગ પ્રતિ પણ આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાઓએ પોલીસ અધિકારીને કહયું હતું કે, સાહેબ અમારા ગામના માણસો મરી ચાલ્યાં કઇ કરો. ડીવાયએસપી ચિરાગ દેસાઇએ મહિલાઓની રજુઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.


ત્રણ વર્ષ પહેલાં અકસ્માત બાદ સ્પીડબ્રેકર મૂકાયાં હતાં


ગોવાલી ગામ નજીકથી પસાર થતાં હાઇવે પરથી ભારદારી વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. ત્રણ વર્ષ પહેલાં પણ રાત્રિના સમયે ડમ્પરની ટકકરે રાહદારીનું મૃત્યુ થયું હતું. બનાવ બાદ રોષે ભરાયેલાં ગામલોકોએ કલાકો સુધી ચકકાજામ કરી દીધો હતો અને તેના પરિણામ સ્વરૂપ ગોવાલી ગામ નજીક માર્ગ પર ઠેર ઠેર સ્પીડબ્રેકર મુકી દેવામાં આવ્યાં છે. સ્પીડબ્રેકર હોવા છતાં ડમ્પર ચાલકો બેફામ રીતે તેમના વાહનો હંકારી રહયાં છે.






 


0 Response to "દોડતાં ડમ્પરો યમદૂત સમાન ગોવાલીમાં ડમ્પરે આધેડનો ભોગ લીધો, લોકોએ ડ્રાઇવરને ફટકાર્યો, ડમ્પરને પણ સળગાવી દીધું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel