-->
ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સહકારી શિક્ષણ ભવનનું અમિત શાહે ભૂમિપૂજન કર્યુ, કહ્યું, "ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો"

ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સહકારી શિક્ષણ ભવનનું અમિત શાહે ભૂમિપૂજન કર્યુ, કહ્યું, "ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો"

 

ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સહકારી શિક્ષણ ભવનનું અમિત શાહે ભૂમિપૂજન કર્યુ, કહ્યું, "ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો"




ભરૂચ દુધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેંકના રૂપિયા 3.25 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 5 માળના સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન આજે શુક્રવારે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરાયું હતું. આ પ્રસંગે ગૃહમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ચેરમેન અને ધારાસભ્ય અરૂણસિંહ રણાનું અનુકરણીય પગલું રાજ્યની દરેક સહકારી બેંકે અનુસરવું જોઈએ. તેઓ આ તબક્કે અભિનંદનને પાત્ર છે.

દેશના સહકાર મંત્રી અને ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું હતું કે, આજે આનંદ અને અભિનંદનની ક્ષણ છે. ભરૂચની 115 વર્ષ જૂની બેન્કે આજે ખૂબ સુંદર અને નવી શરૂઆત કરી છે. સ્વ ભંડોળમાંથી આધુનિક શિક્ષણ ભવન બનાવ્યું, પ્રશિક્ષણ ભવનમાં લેબ, કોમ્પ્યુટર, પુસ્તકાલય બધું જ. ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે.

ગૃહમંત્રીએ પોતાના ગુજરાતનાં સ્મરણો વાગોળતા કહ્યું હતું કે, 2002માં મને યાદ છે કે અરુણસિંહ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ હોવા છતાં બધી રાજનીતિ બાજુએ મૂકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદદ કરી હતી. આજે 12 ટકા એન.પી.એ. અને 22 ટકા ડિવિડન્ડ આપનારી બેંક દેશમાં ઘણી ઓછી છે. જિલ્લાની સહકારી મંડળીઓ અને કર્મચારીઓને પ્રશિક્ષણ મળશે. ભવન સહકારી ક્ષેત્રના મૂળ તત્વો, જ્ઞાન, મહત્વ નીચે સુધી પોહચશે. દરેક ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકો પોત-પોતાના જિલ્લામાં સ્વ ભંડોળમાંથી આ અનુકરણીય પગલું ભરે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી.

વર્ષ 2022માં રૂપિયા 900 કરોડની સહકારી ક્ષેત્ર માટે ફાળવણી, ટેક્સેશન, સરચાર્જ ઘટાડ્યો, સેવા સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન થકી 65 હજારથી વધુ મંડળીઓને નવું જીવન મળશે. જેની પાછળ રૂ. 600 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો રહ્યો છે. દરેક ક્ષેત્રમાં સામાન્ય માણસની પડખે સહકારી ક્ષેત્ર ઉભું છે. વર્ષ 2016માં ડિસ્ટ્રીક્ટ બેંકના મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે પ્રશિક્ષણ કેન્દ્રનું ભૂમિપૂજન કરી રહ્યો છું તેમ અંતમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું.

ભરૂચ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ઉપર ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંકના સહકારી શિક્ષણ ભવનના ભૂમિપૂજન પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ સી.આર.પાટીલે રાજ્યના વિકાસમાં સહકારી ક્ષેત્રનો ફાળો ખૂબ વિશેષ રહ્યો હોવાનું કહ્યું હતું. સહકાર એટલે એક બીજાને સાથ આપીને આગળ વધવું, જે ગુજરાતમાં ખૂબ જ મજબૂત છે. ખેડૂત સહિત સામાન્ય માણસનું હિત જળવાઈએ સહકારી ક્ષેત્રનું પહેલું દાયિત્વ રહ્યું છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતનું સહકારી મોડલ સમગ્ર દેશમાં અમલી અને આખા દેશમાં સહકારનું મોડલ અમિત શાહ લાગુ કરી રહ્યા છે. સહકારી ક્ષેત્રની વિશ્વસનીયતાને પગલે ગુજરાતના વિકાસમાં તેનો ફાળો ખૂબ જ વિશેષ છે. સહકાર ક્ષેત્રે પણ શિક્ષણ માટેની વ્યવસ્થા આખા ગુજરાતમાં કોઈએ ઉભી કરી હોય તો તે અરુણસિંહ રણા છે. જેઓ આજે અભિનંદનને પાત્ર છે.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સહકારમંત્રી જગદીશ વિશ્વકમાં, દક્ષિણ ગુજરાત પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અને ઉપદંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય અને ચેરમેન અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી સહિતના મહાનુભવો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

0 Response to "ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સહકારી શિક્ષણ ભવનનું અમિત શાહે ભૂમિપૂજન કર્યુ, કહ્યું, "ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો""

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel