સુરતમાં લિફ્ટમાં ઘૂસી સગીરાને બાથમાં ભીડી લીધી, નજીકના ફ્લોરનું બટન દબાવી દેતા બચી ગઈ
સુરતમાં લિફ્ટમાં ઘૂસી સગીરાને બાથમાં ભીડી લીધી, નજીકના ફ્લોરનું બટન દબાવી દેતા બચી ગઈ
સુરતના ડિંડોલી વિસ્તારમાં લિફ્ટમાં ઘૂસી સગીરાની છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. 12 વર્ષની સગીરા લિફ્ટમાં ઘરેથી નીકળી લિફ્ટમાં જતી હતી. દરમિયાન એક કિશોર લિફ્ટમાં આવ્યો હતો અને અડપલા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બાથમાં ભીડી લીધી હતી. દરમિયાન સગીરાએ નજીકના ફ્લોરનું બટન દબાવી દેતા લિફ્ટનો દરવાજો ખૂલતા કિશોર બહાર નીકળી જતો રહ્યો હતો.
સગીરાને લિફ્ટમાં પકડી તેની સાથે અડપલા કર્યા
ડિંડોલી વિસ્તારમાં રહેતી કિશોરી માતાજીના મંદિરે પૂજા કરવા માટે આવી હતી. તે વખતે આ ઘટના બની હતી. કિશોરી લિફ્ટમાંથી નીચે ઉતરતી હતી તે વખતે 16 વર્ષના વિદ્યાર્થીએ તેને લિફ્ટમાં પકડી તેની સાથે અડપલા કર્યા હતા. જેના કારણે કિશોરી રડતી રડતી પિતા પાસે પહોંચી હતી. પછી પરિવારજનોએ લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. કેમેરાના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ છેડતી કરનાર વિદ્યાર્થીને શોધી કાઢી કાર્યવાહી કરી હતી.
સગીરાએ નજીકના ફ્લોરનું બટન દબાવી દેતા લિફ્ટ રોકાઈ ગઈ
સીસીટીવી પ્રમાણે, લિફ્ટમાં સગીરાને જતા જોઈ છોકરો લિફ્ટમાં ઘૂસી ગયો હતો. થોડીવાર બાદ લિફ્ટ શરૂ થતાં સગીરાના અડપલાં કરવાનું શરૂ કરી બાથમાં ભીડી લીધી હતી. લિફ્ટ ખુલતા જ ફરીથી ઉપર જવા માટે બટન દબાવી દીધું હતું. સગીરાએ નજીકના ફ્લોરનું બટન દબાવી દેતા લિફ્ટ રોકાઈ ગઈ હતી. ત્યારબાદ છોકરો લિફ્ટમાંથી બાહર નીકળી ગયો હતો. આ ઘટનાની જાણ બાળકીએ તેના પિતાને કરી હતી. ત્યારબાદ આ મામલો ડિંડોલી પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે ડિંડોલી પોલીસે છેડતી અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

0 Response to "સુરતમાં લિફ્ટમાં ઘૂસી સગીરાને બાથમાં ભીડી લીધી, નજીકના ફ્લોરનું બટન દબાવી દેતા બચી ગઈ"
ટિપ્પણી પોસ્ટ કરો