સિવિલ હોસ્પિટલના ટોયલટ ટબમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ,
સિવિલ હોસ્પિટલના ટોયલટ ટબમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, ઇતિહાસમાં બની પહેલી બની ઘટના
આ અંગે સિવિલ ખાતે મળતી માહિતી અનુસાર સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના શૌચાલયમાં અધૂરા માસે પ્રસુતિથી જન્મેલી બાળકીનો મૃતદેહ ટોયલેટના ટબના પાણીમાંથી મળી આવ્યો હતો. આજે સવારે દરરોજની જેમ સફાઈ કર્મચારી ટોયલેટની સફાઈ કરવા પહોંચ્યો હતો. ત્યારે સફાઈ કર્મચારીને બાળ મૃતદેહ દેખાયો હતો. મૃતદેહ દેખાતા કર્મચારી પણ ગભરાઈ ગયો હતો. તાત્કાલિક અધિકારીઓને જાણ કરતા સિવિલ તંત્ર દોડતું થયું હતું. અધૂરા માસે જન્મેલી બાળકીના મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યારબાદ સિવિલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પ્રસૂતાની શોધખોળ શરૂ કરી હતી. સિવિલના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની હતી. હાલ પ્રસુતિ ક્યારે થઈ અને નવજાતની માતા કોણ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
0 Response to " સિવિલ હોસ્પિટલના ટોયલટ ટબમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ,"
ટિપ્પણી પોસ્ટ કરો