-->
નરોડા બ્રિજને સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ નામ આપ્યું , CM લોકાર્પણ કરવા પહોંચ્યા

નરોડા બ્રિજને સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ નામ આપ્યું , CM લોકાર્પણ કરવા પહોંચ્યા

 

નરોડા બ્રિજને સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ નામ આપ્યું , CM લોકાર્પણ કરવા પહોંચ્યા




નરોડા ઓવર બ્રિજનો નામકરણ વિવાદ આજે વધુ વકર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નરોડા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરે તે પહેલાં જ દલિત સમાજની મહિલાઓ નરોડા રેલવે ઓવરબ્રિજના કાર્યક્રમ સ્થળ પાસે પહોંચી હતી. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે સ્થાનિકોને વીડિયો લેવા મનાઈ કરી હતી. પોલીસે 30 જેટલી મહિલાઓની અટકાયત કરી ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવી છે.

વિવાદ વચ્ચે શરૂઆતમાં બ્રિજને કોઈ નામ આપવામાં આવ્યું નહોતું. જો કે મુખ્યમંત્રી આગમન સાથે જ નવી તકતી લગાવી દીધી હતી. જેમાં બ્રિજનું નામ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રાખવામાં આવ્યું છે. સવારે જ પોલીસે હોબાળો ના થાય તે માટે દલિત સમાજના આગેવાનોની અટકાયત કરી હતી.


ઓવરબ્રિજને કોઈ નામ આપવામાં આવ્યું નથી
સિંધી સમાજના સંત સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજના નામે આ બ્રિજનો ઠરાવ કોર્પોરેશન દ્વારા પસાર કરી દેવામાં આવ્યો હતો અને બીજી તરફ દલિત સમાજની માંગ હતી કે તેમના સંત રોહિદાસના નામે આ ઓવરબ્રિજ બનાવવામાં આવે. દલિત સમાજની મહિલાઓ દ્વારા બ્રિજનું નામ રાખવા માટેની તકતી રાખવામાં આવી હતી તે તેઓએ કાઢી દીધી હતી. ત્યાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક નવી તકતી બનાવી અને લગાવવામાં આવી હતી. જેમા બ્રિજનું કોઈ નામ નહોતું. પરંતુ મુખ્યમંત્રીના આગમનની થો઼ડી મિનિટ પહેલા જ નવી તકતી બનાવી બ્રિજનું નામ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રાખવામાં આવ્યું છે.


ધારાસભ્ય બલરામ થાવાણીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો
મંગળવારે નરોડા ખાતે આવેલી હોસ્પિટલમાં બલરામ થાવાણી આવ્યા હતા. ત્યાં દલિત સમાજની મહિલાઓ દ્વારા તેઓનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.દલિત સમાજની મહિલાઓએ તેઓને પ્રશ્ન કર્યો હતો કે સંત રોહીદાસ ઓવર બ્રિજનું નામ રાખવામાં આવી રહ્યું છે તેનો તમને શું વાંધો છે. બ્રિજના નામકરણમાં બલરામ થાવાણીનો ઘેરાવ કરી અને તેઓને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓ ત્યાંથી રવાના થઇ ગયા હતા.પોલીસ દ્વારા 20 મહિલાઓની અટકાયત કરાઈ હતી.

દલિત સમાજની મહિલાને બલરામ થાવાણી પર આક્ષેપો કર્યા
રજૂઆત કરનાર મહિલા દેવલ રાઠોડે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બલરામ થાવાણીને અમે બ્રિજના નામકરણ મામલે પ્રશ્ન પૂછ્યો હતો.દેવલ રાઠોડે આ મામલે બલરામ થાવાણી પર આક્ષેપ કરતા એવું કહ્યું હતું કે, તને ખબર છે ને મેં એક બેનને મારી હતી. તેઓ એવો પણ જવાબ આપ્યો હતો કે તમારા સમાજવાળા કંઈ પણ નહીં કરી શકે. અમે બલરામ થાવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવીશું પરંતુ અમારું કોઈ સાંભળતું નથી.હું આ મામલે ફરિયાદ નોંધાવવા પણ તૈયાર છું પરંતુ તેઓ કંઈ સાંભળતા નથી.





0 Response to "નરોડા બ્રિજને સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ નામ આપ્યું , CM લોકાર્પણ કરવા પહોંચ્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel